યુપીના એક વ્યક્તિએ ‘ખ્રિસ્તી ધર્મ અપનાવવા’ બદલ પુત્રને જૂતાની માળાથી અપમાનિત કર્યો

(એજન્સી) આગ્રા, તા.ર૩
યુપીના હાથરસમાં મંગળવારે એક ૬૫ વર્ષીય વૃદ્ધ અને તેના નાના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તેણે “ખ્રિસ્તી ધર્મ અપનાવવાની” શંકાના આધારે તેના મોટા પુત્ર અને તેની પત્નીનો જાહેરમાં ત્યાગ કર્યો હતો અને અપમાન કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ૬૫ વર્ષીય શિવરાજ સિંહે સોમવારે એક ગ્રામ પંચાયતમાં તેના પુત્ર અને તેના પરિવારનો “સામાજિક બહિષ્કાર” કરવાની માંગ કરી હતી અને દંપતીને જાહેરમાં “જૂતાની માળા” પહેરાવવા દબાણ કર્યું હતું. પંચાયતના કથિત વીડિયો પછીથી સામે આવ્યા હતા, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો અને પોલીસનું ધ્યાન ખેંચાયું હતું. ૪૦ વર્ષીય બલરામ સિંહ, પત્ની, ૩૮ વર્ષીય મીના દેવી અને તેમના ૧૬ વર્ષીય પુત્ર સાથે આગ્રામાં રહેતા હતા. તે મેળાઓમાં ઝૂલા ચલાવીને ત્યાં ગુજરાન ચલાવે છે. બલરામ માટે મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે તાજેતરમાં તેમના પરિવાર સાથે હાથરસ જિલ્લાના તેમના વતન ગામ, ગરાવ ગઢી પાછા ફરવાનું નક્કી કર્યું. બલરામના વર્તનમાં ફેરફાર, જેમ કે “શુભેચ્છાઓ અને પ્રસાદ ટાળવા” જેવા ફેરફારો જોયા પછી, તેના પિતાને “શંકા” લાગી. સોમવારે, બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ અને તે દિવસે પાછળથી ગ્રામજનો દ્વારા સમર્થિત પંચાયત બોલાવવામાં આવી. બલરામનો ભાઈ, ૩૮ વર્ષીય તારાચંદ પણ તેમાં જોડાયો અને તેના ભાઈ પર હુમલો કર્યો. પોલીસની એક ટીમ પછીથી સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી. મુરસન વિસ્તારના સર્કલ ઓફિસર યોગેન્દ્ર કૃષ્ણ નારાયણે જણાવ્યું, “BNSS ૧૭૦ (વોરંટ વિના નિવારક ધરપકડ) હેઠળ હ્લૈંઇ નોંધવામાં આવી છે. શિવરાજ અને તારાચંદની ધરપકડ કરવામાં આવી છે… કાયદા મુજબ જરૂરી કાનૂની પગલાં લેવામાં આવશે.” પોલીસે ઉમેર્યું કે, સોમવારની પંચાયતમાં હાજર અન્ય લોકોની ભૂમિકા તપાસવાના પ્રયાસો ચાલુ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts