Site icon Gujarat Today

યુપીમાં ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને સાથી વિદ્યાર્થીને થપ્પડ મારવાનું કહેનાર મહિલા શિક્ષકે આત્મસમર્પણ કર્યું, જામીન પણ મળ્યા

(એજન્સી) તા.૬
ઉત્તરપ્રદેશમાં એક મહિલા શિક્ષક કે જેણે એક શાળામાં અન્ય વિદ્યાર્થીઓને મુસ્લિમ છોકરાને થપ્પડ મારવાનું કહ્યું હતું તેણે પોક્સો કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતો, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. તૃપ્તા ત્યાગી ગયા વર્ષે એક વિડિયોમાં પકડાઈ હતી જેમાં તેણે પોતાના ક્લાસમાં ભણતા મુસ્લિમ છોકરાને થપ્પડ મારવાનું કહ્યું હતું. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (પોક્સો) અલકા ભારતીએ ગુરૂવારે તેમને જામીન આપ્યા હતા અને તેમને ૨૫,૦૦૦ રૂપિયાની બે જામીન રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે આ કેસની આગામી સુનાવણી શનિવારે નિયત કરી છે. ત્યાગીએ ગુરુવારે વિશેષ પોક્સો કોર્ટમાં આત્મસમર્પણ કર્યું અને નિયમિત જામીન માંગ્યા, ત્યાગીના વકીલ કપિલ અહલાવતે જણાવ્યું હતું. યુપીના શિક્ષકનો બાળકોને મુસ્લિમ ક્લાસમેટને થપ્પડ મારવાનું કહેતો વીડિયો વાયરલ થયો છે ૨૩ નવેમ્બરના રોજ, અલ્હાબાદ હાઈકોર્ટે આગોતરા જામીન માટેની તેમની અરજીને ફગાવી દીધી હતી અને તેને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, ત્યાગી પર સ્વૈચ્છિક રીતે ઠેસ પહોંચાડવા, અપમાન, દૂષિત કૃત્ય અને ધાર્મિક લાગણીઓને ભડકાવવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે તેની સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયો અનુસાર, ત્યાગીએ મુઝફ્ફરનગર જિલ્લાના મન્સૂરપુર પોલીસ સ્ટેશન હેઠળના ખુબ્બાપુર ગામમાં નેહા પબ્લિક સ્કૂલમાં મુસ્લિમ છોકરાને થપ્પડ મારવા અને સાંપ્રદાયિક ટિપ્પણી કરવા માટે તેના વિદ્યાર્થીઓને નિર્દેશ આપ્યો હતો. આ ઘટનાની રાજકીય પક્ષો સહિત તમામ વર્ગો તરફથી નિંદા કરવામાં આવી હતી. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા શાળાને નોટિસ પાઠવવામાં આવી હતી.

Exit mobile version