(એજન્સી) લખનૌ,તા.પ
લખનૌના કાકોરી ક્ષેત્રમાં બહાદુર પત્નીએ સૂઝબુઝથી પોતાના પત્રકાર પતિનો જીવ બચાવીને બદમાશોને ભાગવા માટે મજબૂર કરી દીધા. વીડિયોમાં જોઈ શકાય છે કે હુમલાખોરોએ આબિદ અલી નામના પત્રકાર પર હુમલો કરી તેની જોરદાર ધોલાઈ કરી પરંતુ આ પત્રકારની પત્નીએ હિંમત કેળવીને બંદૂક ચલાવીને હુમલાખોરોને જવાબ આપ્યો.
સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરો પત્રકાર આબિદઅલીના ઘરે આવ્યા હતા અને તેને ઘરની બહાર લાવવા માટે કહ્યું હતું અને અચાનક ૪થી પ હુમલાખોરો ભેગા થઈ ગયા અને તેની સાથે મારઝુડ કરવા લાગ્યા. પતિની સાથે થતી મારઝુડને જોઈને પત્ની ઝડપથી ઘરની અંદર રહેલી બંદૂક લઈને બહાર આવી અને હવામાં ફાયરિંગ શરૂ કરી દીધું ગોળીઓનો અવાજ સાંભળીને હુમલાખોરો નાસી ગયા.
આબિદની પત્નીની સૂઝબુઝ અને બહાદુરીની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.