યુપીમાં શાળાના આચાર્ય પર દલિત વિદ્યાર્થિનીનો હાથ તોડી નાખવાનો આરોપ; પિતાનો આક્ષેપ – જાતિસૂચક ટિપ્પણીઓ પણ કરવામાં આવી

 

(એજન્સી) મેરઠ, તા.ર૩
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક શાળાના આચાર્ય પર ૧૩ વર્ષીય દલિત વિદ્યાર્થીનીને માર મારવાનો અને તેના હાથના હાડકાં બે જગ્યાએથી તોડી નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીના પિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આચાર્યએ સારવાર કરાવવાની ના પાડી દીધી અને જાતિસૂચક ટિપ્પણીઓ કરી. આ ઘટના ભવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રસૂલપુર ઔરંગાબાદ ગામમાં આવેલી સીઆરકે (ઝ્રઇદ્ભ) હાઈસ્કૂલમાં ૬ તારીખે બની હોવાનું કહેવાય છે. વિદ્યાર્થીનીના પિતા, આદેશનો આરોપ છે કે શાળાના આચાર્ય અફસા રાનીએ તેમની પુત્રીને માર માર્યો, જેના કારણે તેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. તેમણે દાવો કર્યો કે શરૂઆતમાં આચાર્ય સારવાર કરાવવા માટે સંમત થયા હતા, પરંતુ બાદમાં તેમણે વિદ્યાર્થીની દલિત હોવાનું કારણ આપીને સારવાર કરાવવાની ના પાડી દીધી. પિતાના જણાવ્યા અનુસાર, બાળકીને મેરઠમાં સારવાર મળી શકી નહીં. આદેશે ૧૯ તારીખે ભવાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભવાનપુર સ્ટેશન હાઉસ ઓફિસર પ્રતાપ સિંહે પુષ્ટિ કરી કે પોલીસને ફરિયાદ મળી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. આચાર્ય અફસા રાનીએ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને પોતાની વિરૂદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks