યુપીમાં ૧૬ વર્ષના દલિત છોકરાનુંઅપહરણ, પાંચ પુરૂષો દ્વારા હુમલો : પોલીસ

પોલીસે જણાવ્યું હતું કે ઘટનાના થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર પીડિત અને એક આરોપી વચ્ચે થયેલા નાના વિવાદને કારણે હુમલો થયો હતો

(એજન્સી) બરેલી, તા.૩
કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૬ વર્ષના દલિત છોકરાનું અપહરણ કરી તેને નિવસ્ત્ર કરીને તેના પર ક્રૂરતાથી હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસે જણાવ્યું હતું કે ઘટનાના થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર પીડિત અને એક આરોપી વચ્ચે થયેલા નાના વિવાદને કારણે હુમલો થયો હતો.૩૧ ડિસેમ્બરની રાત્રે બનેલી આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.વાલ્મિકી મોહલ્લાની પીડિતની માતા આરતી દેવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેનો પુત્ર તેમના ઘર નજીક ફરવા જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓ-મુકુલ યાદવ, સુભાષ યાદવ ઉર્ફે એડી, સુલતાન, આયુષ અને બાસુ-મોટરસાયકલ પર આવ્યા અને તેનું અપહરણ કર્યું હતું.ફરિયાદમાં જણાવાયું છે કે છોકરાને કથિત રીતે ચાનેહટા રોડ પર એક તળાવ પાસે એકાંત જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં આરોપીએ તેને દેશી બનાવટની પિસ્તોલ અને છરીથી ધમકી આપી હતી.એક પોલીસ અધિકારીએ FIR ટાંકીને જણાવ્યું કે, ‘આરોપીઓએ સગીરના કપડાં ઉતારી દીધા હતા અને તેને નિર્દયતાથી માર માર્યો હતો. તેમણે સમગ્ર કૃત્યનું શૂટિંગ કર્યું અને બાદમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત કર્યો હતો’.પીડિત ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો અને પછી તેના પરિવારને ઘટના વિશે જાણ કરી હતી.પોલીસ અધિક્ષક (SP) શહેર માનુષ પારીકે જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદના આધારે, ભારતીય ન્યાય સંહિતાના સંબંધિત કલમોહેઠળ પાંચ આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં સૂચવવામાં આવ્યું છે કે થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર પીડિત અને મુકુલ યાદવ વચ્ચે થયેલા નાના વિવાદને કારણે હુમલો થયો હતો. યાદવે ૧૫ જાન્યુઆરી સુધીમાં છોકરાને મારી નાખવાની ધમકી આપી હોવાનુંSPએ ઉમેર્યું હતું.પોલીસ સૂત્રોએ ખુલાસો કર્યો છે કે એક આરોપી, સુલતાન, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.જીઁ પારીકે ઉમેર્યું કે, ‘ફરાર આરોપીને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે’.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks