યુપીમાં ૧૬ વર્ષની દલિત સગીર છોકરી પર ગેંગરેપ : પોલીસ

તેમણે જણાવ્યું કે છોકરીના પિતાએ ૨૭ એપ્રિલે અરજી આપી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે જ ગામના શૈલેન્દ્ર સરોજ ઉર્ફે ઝાહિદ, તેના મિત્ર શેરૂ ઉર્ફે નજર અહેમદ અને એક અજાણ્યા વ્યક્તિએ તેમની પુત્રી પર ગેંગરેપ કર્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

(એજન્સી)    કૌશાંબી, યુપી,તા.૧
ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં એક દલિત સગીર છોકરી પર કથિત ગેંગરેપનો કેસ પ્રકાશમાં આવ્યો છે, અને પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ પર ત્રણ યુવાનો સામે કેસ નોંધ્યો હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું.
અધિક પોલીસ અધિક્ષક રાજેશ સિંહે જણાવ્યું હતું કે ૨૪ એપ્રિલે માહિતી મળી હતી કે ૧૬ વર્ષની છોકરી કોઈ વાતને લઈને નારાજ થઈને તેના સંબંધીના ઘરે ગઈ હતી, અને ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમણે કહ્યું કે છોકરીના પિતાએ ૨૭ એપ્રિલે અરજી આપી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે જ ગામના શૈલેન્દ્ર સરોજ ઉર્ફે ઝાહિદ, તેના મિત્ર શેરુ ઉર્ફે નજર અહેમદ અને એક અજાણ્યા વ્યક્તિએ તેમની પુત્રી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેને મારી નાખવાની ધમકી આપી હતી. સિંહે કહ્યું કે બીએનએસ, પોક્સો એક્ટ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.કૌશાંબી, યુપી અધિક એસપીએ જણાવ્યું હતું કે,આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવા માટે બે ટીમો બનાવવામાં આવી છે અને તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts