યુપીમાં ૧૭ વર્ષની દલિત છોકરીનું ચાર પુરૂષો દ્વારા અપહરણ, બળાત્કાર

(એજન્સી)                                             તા.૧૩
યુપીમાં ૧૭ વર્ષની દલિત છોકરીનું ચાર પુરુષો દ્વારા અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેની માતા તરફથી ફરિયાદ મળ્યા બાદ, ચાર આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ચાર પુરુષોના જૂથે ઉત્તરપ્રદેશના બલિયાથી ૧૭ વર્ષની છોકરીનું અપહરણ કરીને તેને મથુરા લઈ જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુખપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી આ છોકરીનું ચાર પુરૂષો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓની ઓળખ અશોક યાદવ, જીતુ વર્મા, બિહારી સૈની અને અરવિંદ શર્મા તરીકે થઈ છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે છોકરી જેમ તેમ કરીને ગુનાના સ્થળેથી ભાગી જવામાં સફળ રહી અને તેના ઘરે પાછી આવી. તેની માતા તરફથી ફરિયાદ મળ્યા બાદ, ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાયસંહિતા, પોક્સો એક્ટ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) એક્ટની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓ સુખપુરાના વતની છે અને તેમણે આ મામલાની તપાસ શરૂ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts