મૃતક સોનુ ફોન કોલ મળ્યા બાદ ઘરેથી નીકળ્યો હતો અને પાછો ફર્યો ન હતો અને બાદમાં તેનો મૃતદેહ ઘરી ફિરોઝાબાદ ગામના શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતા
(એજન્સી) મુઝફ્ફરનગર, તા.૩
પોલીસે જણાવ્યું હતું કે અહીંના એક ગામના ખેતરમાં છરાના ઘા સાથે દલિત વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ સોનુ (૨૯) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફોન કોલ મળ્યા બાદ સોનુ ઘરેથી નીકળ્યો હતો પરંતુ પાછો ફર્યો નહીં. કાકરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઘરી ફિરોઝાબાદ ગામમાં શેરડીના ખેતરમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) આદિત્ય બંસલે પત્રકારોને જણાવ્યું હતું કે શરીર પર છરાના અનેક ઘા હતા. ઘટનાસ્થળેથી લોહીથી લથપથ છરી અને યુવકની મોટરસાઇકલ મળી આવી છે. તેમણે જણાવ્યું હતું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલાખોરોને શોધવા માટે પ્રયાસો ચાલુ છે. બંસલે કહ્યું કે,‘ગુનામાં સંડોવાયેલા લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.’