યુપી સરકારી હોસ્પિટલના મેડિકલ ચીફ સસ્પેન્ડ યોગી સરકાર વિરૂદ્ધ ટિપ્પણી બદલ કેસ નોંધાયો

વાતચીત દરમિયાન કાર્યવાહક CMS ભાસ્કર પ્રસાદે દેખાવ કરી રહેલા લોકોને રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નકલી સ્મશાનયાત્રા કાઢવા અને હોસ્પિટલના અધિકારીઓને નિશાન નહીં બનાવવાની સલાહ આપી હોવાનો આરોપ મૂકાયો હતો : સસ્પેન્ડ કરવાના સરકારી આદેશમાં દર્શાવ્યું કે, રાજ્ય સરકાર સામે વાંધાજનક અને અભદ્ર ભાષા વાપરવામાં આવી હતી

(એજન્સી) તા.ર૯
ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના બિરસિંહપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના કાર્યકારી ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ (CMS)ને રાજ્ય સરકાર વિરૂદ્ધ કથિત ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ વિવાદ શનિવારે ત્યારે શરૂ થયો જ્યારે આમ આદમી પાર્ટી (AAP) ના સભ્યો દવાઓની અછત અને નબળી તબીબી સુવિધાઓ અંગે ચિંતા વ્યક્ત કરવા હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા.મુખ્ય ઘટના : વિરોધ પ્રદર્શન દરમિયાન, કાર્યકારી CMS, ભાસ્કર પ્રસાદે, કથિત રીતે વિરોધકર્તાઓને હોસ્પિટલના અધિકારીઓને નિશાન બનાવવાને બદલે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પ્રતિકાત્મક અંતિમ સંસ્કાર સરઘસ કાઢવા માટે કહ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સ્થાનિક ભાજપના ધારાસભ્ય રાજ પ્રસાદ ઉપાધ્યાયે ડૉક્ટર વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. તપાસના આદેશ બાદ, રવિવારે આરોગ્ય વિભાગે ભાસ્કર પ્રસાદને સસ્પેન્ડ કર્યા અને તેમને અયોધ્યા વિભાગના એડિશનલ ડાયરેક્ટર, આરોગ્યની ઓફિસ સાથે જોડી દીધા. સસ્પેન્શન ઓર્ડરમાં રાજ્ય સરકાર વિરૂદ્ધ “અશોભનીય અને વાંધાજનક ભાષા”નો ઉપયોગ તેમજ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને બહારની ફાર્મસીઓમાંથી દવાઓ લખી આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રસાદે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેમની ટિપ્પણીઓને સંદર્ભમાંથી બહાર કાઢીને રજૂ કરવામાં આવી છે અને આ એક ષડયંત્ર હોઈ શકે છે. દરમિયાન, ભાજપ મંડલના પ્રમુખ શોભનાથ યાદવે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવાયું છે કે પ્રસાદની ટિપ્પણી સરકારી કર્મચારી દ્વારા “ગેરશિસ્ત અને ઘોર ગેરવર્તણૂક” સમાન છે, જેના પગલે હ્લૈંઇ નોંધવામાં આવી છે અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts