યુરોપિયન યુનિયનમાંથી યુકે ૨૯મી માર્ચ ૨૦૧૯ના રોજ બહાર થઇ જશે : થેરેસા મે

લંડન, તા. ૧૧
બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ જાહેરાત કરતા જણાવ્યું હતંુ કે, યુરોપિયન યુનિયનમાંથી યુકે ૨૯મી માર્ચ ૨૦૧૯ના રોજ અલગ થઇ જશે જ્યારે તેમણે કહ્યું હતુ કે, યુરોપિયન સંઘથ અલગ થવા સંબંધિત ખરડામાં સંશોધન કરવામાં આવશે જેથી બ્રેક્ઝિટની તારીખ અને સમયની કટિબદ્ધતાઓ જળવાઇ શકે. તેમણે એક અખબારમાં લખેલા લેખ અનુસાર અમારી કટિબદ્ધતાઓ અંગે કોઇ સવાલ ન કરે અને અમારા સંકલ્પ અંગે કોઇ અટકળો બાંધવાની જરૂર નથી. આ બાબત ઐતિહાસિક ખરડાના પહેલા પાના પર દર્શાવેલું છે. ગત વર્ષે જૂનમાં જનમત સંગ્રહ બાદ બ્રેક્ઝિટની પ્રક્રીયા શરૂ થઇ હતી. વાસ્તવમાં લિસ્બન સંધિની કલમ ૫૦ના અનુમોદન બાદથી બે વર્ષની અંદર બ્રેક્ઝિટની પ્રક્રીયા પુરી થવાની છે આ કલમને આ વર્ષે ૨૯મી માર્ચના રોજ કાયદેસરતા અપાઇ હતી. થેરેસાએ લખ્યું કે, અમે કોઇને પણ આ ખરડાના સંશધોનની પ્રક્રીયાનો ઉપયોગ લોકશાહી આકાંક્ષાઓને બાધિત કરવાના પ્રયાસ તરીકે સાંખી નહીં લઇએ. વડાપ્રધાનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ પૂર્વ રાજદૂત લોર્ડ કેરે જણાવ્યું હતું કે, બ્રેક્ઝિટની પ્રક્રીયાને અંતિમ સમયે પણ બદલી શકાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks