(એજન્સી) તા.૨૪
સમાનતા, તૈયારી અને કટોકટી વ્યવસ્થાપન માટેના યુરોપિયન કમિશનરે સોમવારે ઓક્ટોબર ૨૦૨૩થી ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના સતત બોમ્બ વિસ્ફોટની વિનાશક અસર વિશે ચેતવણી આપી અને લોકોની વેદનાને દૂર કરવા માટે “નિર્ણાયક રાજકીય પગલાં” માટે માંગ કરી છે.બ્રસેલ્સમાં ફોરેન અફેર્સ કાઉન્સિલની બેઠક પહેલા હાદજા લહબીબે પત્રકારોને જણાવ્યું કે, “ગાઝામાં જીવનનો નાશ થઈ રહ્યો છે.”તેમણે જણાવ્યું કે,“તે સાચું છે કે ગાઝામાં આજે જે પરિસ્થિતિ છે તે શબ્દોમાં મૂકવી મુશ્કેલ છે. માનવતાવાદી સહાય માટેનું મૂળભૂત માળખું તૂટી રહ્યું છે-આનો અર્થ એ છે કે સ્વચ્છ પાણી, સ્વચ્છતા અને આરોગ્ય સંભાળ જેવી મહત્ત્વપૂર્ણ સેવાઓ પતનની આરે છે.સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓને ઇઝરાયેલ અને યુએસ-સમર્થિત ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (GHF) દ્વારા બદલવામાં આવી ત્યારથી સહાય “ખાસ કરીને” ગાઝાના લોકો સુધી પહોંચી રહી નથી તેના પર ભાર મૂકતા, લાહિબને “ખાનગીકરણ” “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” લાગ્યું.તેમણે જણાવ્યું કે, “આંતરરાષ્ટ્રીય માનવતાવાદી પ્રણાલી સ્પષ્ટ સિદ્ધાંતો પર આધારિત છે : તટસ્થતા, માનવતા, નિષ્પક્ષતા અને સ્વતંત્રતા. ગાઝા માનવતાવાદી ફાઉન્ડેશન આ સિદ્ધાંતોનું પાલન કરતું નથી. લાહિબે જણાવ્યું કે, માનવતાવાદી સહાયનું “ક્યારેય” લશ્કરીકરણ અથવા “રાજકીયકરણ” થવું જોઈએ નહીં, યુદ્ધના શસ્ત્ર તરીકે માનવતાવાદી સહાયનો ઉપયોગ કરવો એ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન છે.” ઇઝરાયેલે ૨ માર્ચના રોજ ગાઝામાં પ્રવેશતા માનવતાવાદી પુરવઠા પર સંપૂર્ણ નાકાબંધી લાદી હતી. ય્ૐહ્લએ મેના અંતથી સહાયના વિતરણને નિયંત્રિત કર્યું છે.