યુવક-યુવતીએ નદીમાં ઝંપલાવ્યું યુવતીનો બચાવ, યુવકનું મોત

(સંવાદદાતા દ્વારા) વલસાડ, તા.૩૦
વલસાડની તાન નદીમાં અગમ્ય કારણોસર યુવક-યુવતીએ ઝંપલાવી દીધું હતું. જોકે, યુવતીને બચાવી લેવામાં આવી હતી. જ્યારે યુવકનો કલાકોની શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલકુના વિરવલ ગામ નજીક એક યુવક અને યુવતીએ તાન નદીના પુલ પરથી નદીમાં છલાંગ લગાવી હતી. દરમિયાન પુલ પરથી પસાર થતા એક રીક્ષા ચાલકે નદીમાં કૂદીને યુવતીને બચાવી લીધી હતી. જ્યારે કલાકોની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવક-યુવતી મૂળ નવસારીના ખેરગામ તાલકુના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બંને પ્રેમીપંખીડા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks