યુવતીનાં મોતના બનાવમાં FSLની ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી નમૂના લીધા

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
શહેરના પુણા નરવેદ વિસ્તારમાં ગત સપ્તાહમાં વિદ્યુત કરંટ લાગતા એક યુવતીનું કરૂણ મોત નીપજવાના મામલે મનપા અને ડીજીવીસીએલ વચ્ચે નિષ્પક્ષ તપાસ કરવા રાજ્ય સરકારની ઊર્જા વિભાગની એક ટીમે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. જો કે, મનપા તથા ડીજીવીસીએલમાંથી કોની લાપરવાહીને કારણે વિદ્યુત કરંટ ઈલેક્ટ્રીક પોલ પર ઉતર્યો અને કાજલ ચાવડાનું કરૂણ મોત નીપજ્યું હતું તે અંગેનો રિપોર્ટ આજકાલમાં ઊર્જા વિભાગની ઈલેક્ટ્રીક ઈન્સ્પેક્શન સુપરવિઝન ટીમ પુણા પોલીસને આપશે એવું આ ગુનાની તપાસ કરનાર પુણા પોલીસ મથકના પીએસઆઈ પાટીલને સુપરત કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગત સપ્તાહમાં પુણા વિસ્તારમાં એમ્બ્રોડરીનું જોબવર્ક કરતી કાજલ ચાવડા (ઉ.વ.૨૦) બપોરના સુમારે કારખાનામાંથી કામ કરીને પોતાના ઘર તરફ આવતી હતી. ત્યારે પુણા નરવેદ વિસ્તારમાં ઈલેક્ટ્રીક પોલને પોતાનો હાથ અડકી જતા વિદ્યુત કરંટ લાગતા તેણીનું કરૂણ મોત નીપજ્યું હતું. પુણા પોલીસે આઈપીસી ૩૦૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે, ગત સપ્તાહમાં પોલીસે એફએસએલની ટીમે પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી વિવિધ સેમ્પલો લીધા હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks