(એજન્સી) નવી દિલ્હી,તા.૯
પોલીસનો મનાઈ હુકમ હોવા છતાં ગુજરાતના સાંસદ જીગ્નેશ મેવાણી અને તેમના સમર્થક રાજધાની દિલ્હીના સંસદ માર્ગ ઉપર યુવા હુંકાર રેલી કરી રહ્યા છે. આ રેલીમાં હજારો લોકો સામેલ છે. હાડ થીજવથી ઠંડી હોવા છતાં પોતાના ભાષણોમાં મોદી સરકાર વિરુધ્ધ આગ ઓકી રહ્યા છે. આ રેલીમાં જેએનયુના પી.એચ.ડી. વિદ્યાર્થી ઉમર ખાલીદ પણ હાજર છે. ખાલીદે પણ સખ્ત શબ્દોમાં મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. ખાલીદે કહ્યું કે વડાપ્રધાન મોદીનો પરપોટો ફુટી ગયો છે. સાડા ત્રણ વર્ષ પહેલા લોકો મોદી લહેરની વાતો કરી રહ્યા હતા. અમારા દેશના ભાગલા પાડવામાં આવ્યા અને એવું લાગે છે કે વિપક્ષે છે જ નહીં પણ આજે મોદી સરકાર વિરુધ્ધ કોઈ ઉભુ છે તો એનો શ્રેય યુવાઓ, મહિલાઓ ખેડૂતો અને આમ આદમીના આંદોલનને જાય છે હુંકાર રેલીમાં ઉમર ખાલીદે કહ્યું કે આપણને ચંદ્રશેખર રોહિત વેમુલા માટે ન્યાય જોઈએ મોદી સરકાર કહે છે કે ચંદ્રશેખર દેશ માટે ખતરો છે જયારે ખરી વાત તો એ છે કે ચંદ્રશેખર દેશ માટે નહીં પણ મનુવાદીઓ માટે ખતરો છે. આ સરકાર મનુવાદીઓની સરકાર છે આપણે બધા આંદોલનોને સાથે લાવીશું નફરત ફેલાવવાથી કંઈ નહીં થાય આ સરકાર માત્ર દેશના ભાગલા પાડી રહી છે પણ યુવાન જાગી ગયો છે અને આપણે એવું નહીં થવા દઈએ.