યોજના પૂર્ણ કરવાના પૈસા ક્યાંથી આવશે ? : બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું; ‘‘દિલ વિલ પ્યાર વ્યાર મેં ક્યા જાનૂં રે….’’

(એજન્સી) નવી દિલ્હી, તા.ર
મોદી સરકારે ગુરૂવારે (૧ ફેબ્રુઆરીએ) આ કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કર્યું. બજેટમાં ખેડૂતો અને ગરીબો સાથે જોડાયેલા કેટલાક મોટા એલાન કરવામાં આવ્યા, જ્યારે મધ્યમ વર્ગને રાહત આપવા માટે કોઈ ખાસ પગલાં ભરવામાં આવ્યા નથી. વિપક્ષે બજેટને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે. સાૂૈથી વધારે પ્રશ્ન ૧૦ કરોડ પરિવારો એટલે કે લગભગ પ૦ કરોડ લોકોને વર્ષમાં પ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવાના એલાનને લઈને પૂછવામાં આવી રહ્યા છે. વિપક્ષ અનુસાર, સરકારે કોઈપણ પ્રકારની બ્લુપ્રિન્ટ તૈયાર કર્યા વગર આ યોજનાનું એલાન કરી દીધું છે.
એક ન્યૂઝ ચેનલ પર થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ તરફથી આ જ પ્રશ્ન પ્રવક્તા મનીષ તિવારીએ પણ ઉઠાવ્યો. તેનો જવાબ આપતા બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ જૂની બોલિવૂડ ફિલ્મના ગીત ‘દિલ વિલ પ્યાર મેં ક્યા જાનૂં રે’નો ઉલ્લેખ કર્યો. સાથે જ વિશ્વાસ અપાવ્યો કે મોદી સરકાર પોતાના વચન જરૂર પૂરા કરશે. બીજેપી પ્રવક્તાએ કહ્યું કે, વિપક્ષ આ જ રીતે પહેલા પણ વન રેન્ક વન પેન્શન, ઉજ્જવલા યોજનાને લઈને પૂછતું હતું કે, પૈસા ક્યાંથી આવશે, પરંતુ મોદી સરકારે પોતાનું વચન પૂરું કર્યું. ન્યૂઝ ચેનલની આ ચર્ચામાં બીજેપી પ્રવક્તા સંબિત પાત્રા અને કોંગ્રેસ તરફથી મનીષ તિવારીએ ભાગ લીધો હતો. મનીષ તિવારીએ કહ્યું કે, મોદી સરકારે બજેટમાં સ્વાસ્થ્ય યોજના માટે ર૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જો ૧૦ કરોઢ પરિવારોના હિસાબથી આકલન કરીએ તો દર પરિવારના ભાગે માત્ર ૪૦ રૂપિયાની કિંમત આવે છે. બીજી તરફ, મનીષ તિવારીએ બજેટમાં ખેડૂતો માટે કરવામાં આવેલી જાહેરાતોને લઈને પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. તેમણે આરોપ મૂક્યો કે, મોદી સરકારે આ પગલું એવા સમયે ભર્યું છે, જ્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
કોંગ્રેસ પ્રવક્તાએ એ પણ આરોપ મૂક્યો કે, આ યોજનાનો હેતુ રાજકીય ફાયદો ઉઠાવવાનો છે. સરકારે માત્ર એલાન કરી દીધું છે, પરંતુ તે કેવી રીતે થશે તેથી કોઈ યોજના તૈયાર કરી નથી. કોંગ્રેસ પ્રવક્તાના આરોપો પર સંબિતે કહ્યું કે, જે રીતે મોદી સરકારે અન્ય યોજનાઓને (ઓઆરઓપી, જીએસટી) લાગુ કરી, તે તેને પણ લાગુ કરીને બતાવશે. પાત્રાએ કટાક્ષ કરતાં કહ્યું, જ્યાં સુધી ખેડૂતો માટે પગલાંઓ ભરવામાં નહોતા આવતા, ત્યાં સુધી સરકારની ટીકા કરવામાં આવી રહી હતી. હવે ખેડૂતો માટે બજેટમાં અલગથી જોગવાઈ કરવામાં આવી છે તો કોંગ્રેસ પ્રશ્ન ઉઠાવી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks