(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
રાફેલ સોદાને લઈ હજી પણ વિવાદ ચાલુ છે. હવે પૂર્વ રક્ષામંત્રી એ.કે.એન્ટનીએ કહ્યું કે આ મામલે રક્ષામંત્રી નિર્મલા સીતારમન દેશને ગેરમાર્ગે દોરી રહી છે કારણ કે ર૦૦૮માં રાફેલથી કોઈપણ સોદો ન થયો હતો. ર૦૧રમાં રાફેલને એલ-૧ના તરીકે ચૂંટવામાં આવ્યા હતા ત્યારે ૧૮ રાફેલ વિમાન સીધા આવવાના હતા અને બાકી એચએએલમાં બનવાના હતા અને રાફેલ બનાવનારી કંપની ટેકનિક ટ્રાન્સફર કરતી પૂર્વ રક્ષામંત્રીએ કહ્યું કે, ર૦૦૮માં કોઈ સોદો થયો નથી. જેથી ગોપનીયતાની કોઈ શરત ન હતી. વડાપ્રધાન મોદીએ સુરક્ષા કેબિનેટ કમિટીની મંજૂરી વગર સોદો બદલ્યો જેમાં વિમાનની કિંમત વધારે થઈ ગઈ. નોંધનીય છે કે, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવો દરમિયાન થઈ રહેલ ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ રાફેલ સોદા પર ગોપનીયતા સંબંધી સોદાને લઈ રક્ષામંત્રી નિર્મલા સીતારમન પર ઢીલું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે આ લડાયક વિમાન સોદામાં નિશ્ચિત રીતે કૌભાંડ થયો છે.