રઘુરામ રાજને કહ્યું : સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનું પરિણામ સંરક્ષણવાદના રૂપમાં ન આવવું જોઈએ

 

(એજન્સી) તા.૮
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મોદી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન પર સવાલ ઊઠાવ્યા છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, ક્યાંક આ સંરક્ષણવાદમાં ન બદલાઈ જાય જેનું આપણને પહેલાં સારૂ પરિણામ નથી મળ્યું. રાજને કહ્યું કે, સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનનું પરિણામ સંરક્ષણવાદના રૂપમાં ન આવવું જોઈએ. તેમણે કહ્યું કે, પહેલાં પણ આ પ્રકારની નીતિઓ અપનાવવામાં આવી પરંતુ કોઈ વધારે ફાયદો દેખાયો નહોતો. રાજને કહ્યું કે, તેમને હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આખરે સરકારના આત્મનિર્ભર ભારતનો મતલબ શું છે. જો આ ઉત્પાદન માટે એક પરિવેશ બનાવવા માટે છે તો આ મેક ઈન ઈન્ડિયા પહેલના રિબ્રિડિંગ જેવું છે. તેમણે કહ્યું કે, જો આ સંરક્ષણવાદને લઈને છે, જેમ કે દુર્ભાગ્યથી હાલમાં ટેરિફ વધારવામાં આવ્યો, તો મારી સમજથી આ રસ્તો અપનાવવાનો કોઈ મતલબ નથી. કેમ કે આપણે પહેલાં આ પ્રયાસ કર્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાનુસાર રઘુરામ રાજને કહ્યું કે, ‘પહેલાં પણ આપણી પાસે લાયસન્સ પરમિટ રાજ વ્યવસ્થા હતી. સંરક્ષણવાદની આ રીત સમસ્યા ઊભી કરનારી છે. જેણે કેટલીક કંપનીઓને સમૃદ્ધ કરી જ્યારે તે અનેક લોકોની ગરીબીનું કારણ બની છે. આર્થિક શોધ સંસ્થાન ૈંઝ્રઇૈંઈઇના વેબિનારને સંબોધિત કરતા રાજને આ વાત કરી હતી. શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર રઘુરામ રાજને કહ્યું કે, ભારતને વૈશ્વિક સ્તરે મૈન્યુફેક્ચરિંગ વ્યવસ્થાની જરૂરિયાત છે અને આનો મતલબ છે કે, દેશમાં વિનિર્માતાઓ માટે સસ્તી આયાત પહોંચ હોય. આ હકિકતમાં મજબૂત નિકાસ માટે આધાર બને છે. તેમણે કહ્યું કે, કુલ મળીને આપણે વૈશ્વિક આપૂર્તિ વ્યવસ્થાનો ભાગ બનવા માટે બુનિયાદી માળખા, લોજિસ્ટિક સમર્થન વગેરે તૈયાર કરવાની જરૂર છે. પરંતુ આપણે ટેરિફ વાર શરૂ ન કરવું જોઈએ. કેમ કે, આપણે જાણીએ છીએ કે આનો કોઈ લાભ નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts