રશિયન પાટનગર મોસ્કોમાં રેકોર્ડ હિમવર્ષા : એકનું મોત

મોસ્કો,તા. ૫
રશિયામાં રેકોર્ડ હિમવર્ષાના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રશિયાના પાટનગર મોસ્કોમાં રેકોર્ડ હિમવર્ષાના લીધે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે. મોસ્કોમાં ગયા શનિવારથી જ તીવ્ર પવન સાથે જોરદાર હિમવર્ષા થઇ રહી છે. સામાન્ય જનજીવન ઠપ થઇ ગયું છે. મોસ્કોના ઇતિહાસમાં હજુ સુધીની સૌથી વધારે હિમવર્ષા થઇ રહી છે. આજે ૪૩ સેન્ટીમીટરથી વધુ બરફ પડતા આશ્ચર્યનું મોજુ ફરી વળ્યું હતું. આ અગાઉ ૧૯૫૭માં મોસ્કોમાં ૩૮ સેન્ટીમીટર જેટલો બરફ પડ્યો હતો. મોસ્કોના મેયરે માહિતી આપતા કહ્યું છે કે, રેકોર્ડ હિમવર્ષાના લીધે એક વ્યક્તિનું મોત થયું છે. તીવ્ર પવન વચ્ચે એક વૃક્ષ તેના ઉપર પડતા તેનું મોત થયું હતું.
શહેરમાં હજુ સુધી ૨૦૦૦થી વધુ વૃક્ષ ધરાશાયી થઇ ચુક્યા છે. હિમવર્ષાના લીધે હજારો ઘરોમાં વિજળી ડુલ થઇ ગઇ છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોસ્કોમાં હજુ સામાન્ય લોકોને હિમવર્ષાના કારણે કોઇપણ પ્રકારની રાહત મળનાર નથી. તાપમાનમાં તીવ્ર ઘટાડો થઇ શકે છે. મોસ્કોમાં આવતીકાલે મંગળવારના દિવસે તાપમાન માઇનસ સાત રહી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રાફિક મેનેજમેન્ટ સર્વિસ અને અન્ય સંબંધિત વિભાગના લોકો યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. ઇમરજન્સી મોડમાં તમામ અધિકારીઓને કામ કરવા માટે સૂચના આપવામાં આવી છે. રશિયામાં થોડાક સમય પહેલા જ તાપમાન રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યું હતું. ગ્લોબલ વોર્મિંગ અને અન્ય વૈશ્વિક પરિબળો વચ્ચે મોસ્કોમાં થયેલી રેકોર્ડ હિમવર્ષાની ચર્ચા વૈજ્ઞાનિક સમુદાયમાં પણ હાલમાં જોવા મળી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks