રાજકીય ચહેલ પહેલ સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીનો જનસંવાદ પ્રોગ્રામ

 

આમ આદમી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડવાની તૈયારીના ભાગરૂપે જનતાને જાગૃત કરવા ગુજરાત ના તમામ તાલુકાની જનતા સાથે જન સંવાદ કરી જનતાની સમસ્યા ઓ જાણી ગુજરાતમાં જાગૃતિ અભિયાન ચાલુ કરવામાંઆવ્યું છે. યુવા જોડો અભિયાન અંતર્ગત ૨૦ યુવાનો ઇડર તાલુકામાં,૧૫ લોકો વડાલી તાલુકામાંથી આપમાં જોડાયા જેમને આપની ટોપી અને ખેસ પહેરાવી કામે લગાડ્યામાં આવ્યા છે. આ જનસંવાદ કાર્યક્રમ પ્રદેશ સંગઠન મંત્રી અને સાબરકાંઠા જિલ્લા ચૂંટણી પ્રભારી રમેશભાઈ નાભાણી અને જિલ્લા પ્રમુખ કરશનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. જેમાં ઇડર તાલુકા પ્રમુખ મનીશભાઈ પટેલ,મહામંત્રી રમણભાઈ પટેલ,જિલ્લા ઉપપ્રમુખ વિઠ્ઠલભાઇ મકવાણા,પુનમભાઈ જૈન, હાર્દિક પટેલ ષ્ઠઅજજ પ્રમુખ તથા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા હજાર રહ્યા હતા. એવું એક યાદીમાં મનીષ પટેલ ઇડર તાલુકે પ્રમુખે જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts