ધોરાજી,તા.૬
તાજેતરમાં આજીડેમ ચોકડીએ એસ.આર.પી. મેનની ઈન્સાસ રાયફલની તથા જાકીટ, મોબાઈલની લૂંટ કરનાર ગુનેગારોને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ તથા ભક્તિનગર પોલીસે ઝડપી પાડ્યા છે.
ગઈ કાલે આજીડેમ ચોકડી એ રાયફલ લૂંટવાનો બનાવ બનેલ ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ તેમજ ભક્તિનગર પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓ અલગ-અલગ ટીમો બનાવી ગુનો કરનાર આ આરોપીઓને ઝડપી લેવા વેશ પલટો કરી સતત રાજકોટ શહેર વિસ્તારમાં શોધવાના પ્રયત્નમાં હતા. તે દરમ્યાન અનેક ગુનામાં સંડોવાયેલ આ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. આરોપીઓને પકડવામાં શહેર પોલીસમાં કાર્યરત સી.સી.ટી.વી આઈ-વે પ્રોજેક્ટની મદદ પણ ખૂબ જ ઉપયોગ થયેલ છે.
આ આરોપીઓ અગાઉ લૂંટ, વાહન ચોરી, મોબાઈલ ફોનની ચીલ ઝડપમાં પકડાયેલ છે. તેમજ આરોપીઓની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ સંડોવાયેલ છે. જેમાં ફાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર, રોહીત ઉર્ફે કાળીયો પરેશભાઈ કતીરા (ઉ.વ.૨૧) રહે. ભવાનીનગર, રાજકોટ તથા હુસૈન સુલતાનભાઈ બુખારી (ઉ.વ.૨૧) રહે. જંગલેશ્વર શેરી રાજકોટ સામેલ છે. તેઓ પાસેથી ત્રણ મોટર સાયકલો તથા લૂંટમાં મેળવેલ કબજે કરવામાં આવેલ છે અને વધુ અનડીટેકટ ગુના ડીટેકટ થાય તેવી પુરેપુરી શકયતા છે. જેથી વધુ પુછપરછ ચાલુ છે. રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્યના પાંચ જેટલા અને ડીટેકટ ગુના ડીટેકટ કરવામાં આવેલ છે.
જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રાજકોટ શહેરના ૧૨ જેટલા ગુનામાં સંડોવાયેલા છે. આ કામગીરી પાર પાડવામાં પો.ઈન્સ શ્રી એચ.એમ.ગઢવી, વી.કે.ગઢવી તેમજ પો.સ.ઈ એ.એસ.સોનારા તથા પી.એમ.ધાખડા તથા પો.હેડ.કોન્સ. સમીરભાઈ શેખ, મોહનભાઈ મહેશ્વરી રણજીતસિંહ પઢારીયા સહિત પોલીસ કાફલો ખડેપગે રહ્યો હતો.