રાજકોટમાં મુસ્લિમ સગીરને નિર્દયતાથી માર મારવા મામલે જવાબદારપોલીસકર્મીઓને ડિસમિસ કરી કડક સજા આપવા માંગ

જૂનાગઢના અગ્રણીઓએ રાજ્યના પોલીસવડાને સંબોધીને જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ તા. ૧૩
તાજેતરમાં રાજકોટમાં બનેલી ઘટનામાં ૧૭ વર્ષના સગીર વયના મુસ્લિમ છોકરાને રાજકોટ ગાંધીગ્રામ ડી-સ્ટાફ પોલીસ સ્ટેશનમાં જ જવાબદાર પોલીસના ઇશારે જીવતા વાળ ખેંચીને કચરા ટોપલીમાં નાખતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું કે આવું માનવાધિકાર ઉલ્લંઘનનું કૃત્ય કરનાર પ્રજાના રક્ષકો જ ભક્ષક બને ત્યારે દેશમાં એક ચોક્કસ કોમને ટાર્ગેટ કરીને મુઠ્ઠીભર અમુક કોમવાદી તત્ત્વ દ્વારા લિચિંગની ઘટનાઓને અંજામ આપી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. ત્યારે કોમવાદી પરિબળોને પ્રોત્સાહન મળે તેવું કૃત્ય રાજકોટના ગ્રાધીગ્રામ ડી-સ્ટાફ પોલીસે કરેલ છેેેે. તેવા ગંભીર પ્રશ્ને જવાબદાર પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવા અને કડક સજા આપવા રાજ્યના પોલીસવડાને સંબોધીને જુનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વી.ટી. સીડા તથા ઝ્રૈઁંસ્ (સામ્યવાદી પક્ષના) જિલ્લા અધ્યક્ષ બટુકભાઇ મકવાણાની આગેવાનીમાં પાઠવવામાં આવ્યું હતું. આ તકે હાજર રહેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ અમીપરા, જૂનાગઢ શહેેરના મુસ્લિમ અગ્રણી સોહિલભાઇ સિદ્દીકી, દલિત સમાજના અગ્રણી વિનુભાઇ સીંગલ, પ્રવિણભાઇ મહિડા, શકીલભાઇ મુન્શી, જાફરભાઇ પલેજા, હાજીભાઇ ઠેબા વગેરે આગેવાનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્ય પોલીસવડાને સંબોધીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, તા.૩૧/૦૮/ર૦રપ રાજકોટ ગાંધીગ્રામ ડી-સ્ટાફ પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ કર્મચારીઓની હાજરીમાં નાના સગીર વયના બાળકના જીવતા માથાના વાળ ખેંચીને કચરા ટોપલીમાં નાખતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે જોતા કોઈ દુશ્મન પણ આવું કૃત્ય ન કરે તેવું કૃત્ય પ્રજાના રક્ષકે જ ભક્ષક બની કાયદાનું ભાન ભૂલીને ખાખી વરધીને કલંક લાગે તેવું કૃત્ય કરવાનો આદેશ આપનાર જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ઉપરોકત સંદર્ભવાળી એફઆઈઆરથી ગુનો દાખલ થયેલ છે. તે બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો આભાર માનીએ છીએ. કારણ કે, કાયદો સૌને લાગુ પડે છે. એટલે કોઈપણ ચમરબંધી કાયદાનો ભંગ કરે કે કાયદો હાથમાં લેવાની કોશિશ કરે ત્યારે વિના વિલંબે સંબંધિત પોલીસે કાર્યવાહી કરવી જ જોઈએ. તે જ કાયદો અને વ્યવસ્થાના હિતમાં તથા આમ જનતાના જાન, માલ અને રક્ષણના હિતમાં છે. જવાબદાર ગુનાના કામના આરોપી તથા તેને મદદગારી કરનાર જે કોઈ જવાબદાર હોય તેની સામે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેવી જાહેર જનતાના હિતમાં એક સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલ વિગતોના અનુસંધાને પીડિતના હિતમાં જવાબદારો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માગણી છે અને ફરીવાર આવું કોઈપણ જવાબદાર પ્રજાના રક્ષકો કાયદાનું ભાન ભૂલીને આવું માનવ અધિકાર ભંગનું કૃત્ય ન કરે તેવી શિક્ષાત્મક કાર્યવાહી ઉપરોકત ગુનાના કામના તહોમતદારો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય અને તે સમગ્ર બનાવની તપાસ ઉચ્ચપોલીસ અધિકારીને સોંપાઈ અને તે ઘટનામાં જવાબદાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા અને ફરીવાર આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી તકેદારી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે તેવી સૂચના જાહેર જનતાના હિતમાં અને પોલીસની છબી ખરડાય નહી તેવી તમામ સંબંધિને કડક આદેશ કરવામાં આવે તેવી જાહેર જનતાના હિતમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પક્ષ વતી માગણી છે તેમ આવેદનપત્રમાં જણાવાયું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts