રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ બોર્ન બેબી હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે આગ, હોસ્પિટલ માલિકની ધરપકડ

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૬
દિલ્હીની એક હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં સાત નવજાત બાળકોનાં મોત થયા છે. અરવિંદ કેજરીવાલે આ ઘટનાને ‘હૃદયદ્રાવક’ ગણાવતા ખાતરી આપી હતી કે, આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે અને આ બેદરકારી માટે જે પણ જવાબદાર હશે તેને બક્ષવામાં આવશે નહીં. સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે પણ કહ્યું છે કે, જે લોકોએ બેદરકારી દાખવી હશે અથવા કોઈપણ ગેરરીતિમાં સામેલ હશે તેમને કડકમાં કડક સજા કરવામાં આવશે. દિલ્હીના વિવેકવિહાર સ્થિત ન્યુ બોર્ન બેબી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આ કેર સેન્ટરના માલિક નવીન કીચી હજુ પણ ફરાર છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને શોકગ્રસ્ત માતા-પિતા અને સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
આ દુર્ઘટનાના મુખ્ય મુદ્દાઓ :-
૧૨માંથી ૭ બાળકોના મૃત્યુ થયા છે અને માલિકની ધરપકડ કરાઈ :- ૧૨ નવજાત બાળકોને આ તબીબી સુવિધામાંથી બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી સાત મૃત્યુ પામ્યા હતા, DFS વડા અતુલ ગર્ગે જણાવ્યું હતુ કે, પાંચ બાળકો અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ફાયર કોલ કરવામાં આવે તે પહેલાં જ એક બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. આ કેર સેન્ટરનો માલિક નવીન કીચીની ધરપકડ કરાઈ છે.
‘આ ઇમારત માટે ર્દ્ગંઝ્ર નથી’ : ફાયર વિભાગના નિયામક :- દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, સંભવ છે કે, સત્તાવાળાઓ પાસે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નથી. હું હજી સુધી આને સંપૂર્ણ રીતે સમજાવી શકતો નથી, સંભવતઃ સત્તાવાળાઓ પાસે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (ર્દ્ગંઝ્ર) નથી. ગર્ગે કહ્યું કે, ઓક્સિજન સિલિન્ડર હોવાથી બ્લાસ્ટ થયો હતો. જ્યારે અમને કોલ મળ્યો, ત્યારે કોલ કરનારે વધુ વાહનો મોકલવાની વિનંતી કરી કારણ કે, આગ નજીકની ઇમારતોમાં પણ ફેલાઈ ગઈ હતી.
દ્ગઝ્રઁઝ્રઇએ તપાસ માટે ટીમ તૈનાત કરી :- પૂર્વ દિલ્હીના વિવેકવિહારમાં એક ખાનગી બાળકોની હોસ્પિટલમાં આગની ઘટનાની તપાસ માટે એનસીપીસીઆરએ એક ટીમ તૈનાત કરી છે. આ ઘટનામાં સાત નવજાત બાળકોનાં મોત થયા હતા. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્‌સ (દ્ગઝ્રઁઝ્રઇ)ના અધ્યક્ષ પ્રિયંક કાનૂંગોએ જણાવ્યું હતું કે, કમિશને આગની ઘટના અને નવજાત શિશુઓના મૃત્યુની નોંધ લીધી છે. આ ઘટનાની તપાસ કરવા માટે દ્ગઝ્રઁઝ્રઇની ટીમ હોસ્પિટલની મુલાકાત લેશે.
‘કમનસીબે તમામ બાળકોને બચાવી શક્યા નથી’ : ફાયર વિભાગ :- બચાવ કામગીરી દરમિયાન મુશ્કેલીઓ વિશે વાત કરતા દિલ્હી ફાયર વિભાગના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, અમે તમામ ૧૨ બાળકોને હોસ્પિટલમાંથી બહાર ખસેડ્યા હતા. પરંતુ અન્ય હોસ્પિટલોમાં પહોંચ્યા પછી તેઓએ જાહેર કર્યું કે ૬ બાળકોના મૃત્યુ થઈ ગયા છે. તે એક ખેદજનક ઘટના છે.
દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે, તેમને રાત્રે ૧૧ઃ૩૨ વાગ્યે કોલ આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. રાત્રે ૧૧ઃ૩૨ કલાકે ફાયર સર્વિસ કંટ્રોલ રૂમને માહિતી મળી કે હોસ્પિટલમાં આગ લાગી છે. કુલ ૧૬ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગને સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી છે. આગથી બે ઈમારતો પ્રભાવિત થઈ છે, એક હોસ્પિટલ બિલ્ડિંગ છે અને જમણી બાજુએ રહેણાંક મકાનના માળે પણ આગ લાગી હતી. ૧૧-૧૨ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, વધુ વિગતો પછીથી શેર કરવામાં આવશે.
સૌથી કડક સજા આપવામાં આવશે : દિલ્હીના આરોગ્ય મંત્રી :- આ ઘટનાને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવતા દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું કે, વહીવટીતંત્ર ગુનેગારોને ‘સખત સજા’ કરશે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના થઈ છે. મેં આરોગ્ય સચિવને વર્તમાન પરિસ્થિતિ વિશે અપડેટ કરવા કહ્યું છે. ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. બેદરકારી અથવા કોઈપણ ખોટા કામમાં સંડોવાયેલા લોકો માટે સખત સજા કરવામાં આવશે.

હોસ્પિટલનું રજિસ્ટ્રેશન નથી, નવજાતો પ્રત્યે ક્રૂરતા કોઈ નવો વિવાદ નથી
દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર ન્યુ બોર્ન હોસ્પિટલમાં શનિવારે રાત્રે આગ અકસ્માતમાં ઓછામાં ઓછા સાત શિશુઓના જીવ ગયા હતા. તેના માલિક ડૉ. નવીન ખીચી પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે. અગાઉની ફરિયાદોમાં ખીચી અને હોસ્પિટલમાં સુમૈયા નામની નર્સ સામે બાળક પ્રત્યે ગુનાહિત ધાકધમકી અને ક્રૂરતાનો કેસ અને દિલ્હી નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નર્સિંગ હોમની નોંધણી ન કરવાનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે આગનું પ્રાથમિક કારણ ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ હતું. ધ બેબી કેર ન્યુ બોર્ન હોસ્પિટલની પાસે ફાયર વિભાગ તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (ર્દ્ગંઝ્ર) ન હતું. ખીચીને ૨૦૨૧માં ગુનાહિત ધાકધમકી અને નવજાત શિશુને ગંભીર ઈજા પહોંચાડવાના કેસમાં આગોતરા જામીન આપવામાં આવ્યા હતા. નવજાત બાળકના માતા-પિતા દ્વારા ખીચી અને નર્સ સુમૈયા બંને વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે હોસ્પિટલમાં દાખલ કરતી વખતે બાળકને ઈજા થઈ હતી. નર્સે કથિત રીતે બાળકને માર માર્યા બાદ બાળકના ડાબા હાથને ઈજા થઈ હોવાનું કહેવાય છે. ખીચી પર બાળકના પિતાને ધમકી આપવાનો આરોપ પણ લાગ્યો હતો. આવા જ જામીન ઓર્ડરમાં ભૂતકાળના આ આરોપોમાં આ હોસ્પિટલ દિલ્હી નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલ નથી. ૨૦૨૧ના કેસમાં ખીચીને જામીન આપતી વખતે, કોર્ટે કહ્યું હતું કે, નર્સિંગ હોમની નોંધણી ન કરાવવાની હકીકતને ધ્યાનમાં રાખીને, ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, અરજદારના વકીલ અનુસાર દંડની ચુકવણી કરીને આ વિવાદનો ઉકેલ કરવામાં આવ્યો હતો.

દિલ્હીની હોસ્પિટલમાં આગની દુર્ઘટના હૃદયદ્રાવક છે,
શોકગ્રસ્ત પરિવારો સાથે સંવેદના વ્યક્ત કરૂં છું : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીની બાળ-સંભાળ હોસ્પિટલમાં સાત બાળકોના જીવ ગુમાવનાર હૃદયદ્રાવક આગની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. સત્તાવાર ‘ઠ’ એકાઉન્ટ પર એક પોસ્ટમાં મોદીએ કહ્યું કે, દિલ્હીની એક હોસ્પિટલમાં આગની દુર્ઘટના હૃદયદ્રાવક છે. મારી સંવેદના આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરૂં છું કે ઘાયલ લોકો વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈ જાય. આ દુઃખદ ઘટના શનિવારે રાત્રે લગભગ ૧૧ઃ૩૨ ઁસ્ પર બની હતી.
ચિલ્ડ્રન હોસ્પિટલની આગ હૃદયદ્રાવક છે, દોષિતોને છોડવામાં આવશે નહીં : ૭ બાળકોનાં મોતની દુર્ઘટના અંગે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જણાવ્યું હતું કે, પૂર્વ દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગમાં સાત નવજાત શિશુઓનાં મોત થયા હતા તે હૃદયદ્રાવક છે અને તેમણે ચેતવણી આપી હતી કે, બેદરકારી માટે જવાબદાર લોકોને બક્ષવામાં આવશે નહીં. અરવિંદ કેજરીવાલે ટિ્‌વટ કર્યું કે, સરકાર વિવેકવિહારમાં આગની ઘટનામાં તેમના બાળકો ગુમાવનારા લોકોની સાથે છે અને વહીવટીતંત્ર ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવે તેનું ધ્યાન રાખી રહ્યું છે. આગના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને બેદરકારી રાખનારને બક્ષવામાં આવશે નહીં.
આરોગ્ય સચિવે જવાબ આપ્યો નહીં; દિલ્હીના આરોગ્ય પ્રધાને પૂર્વ દિલ્હીની હોસ્પિટલમાં નવજાતતોના મૃત્યુની તપાસના આદેશ આપ્યા
દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે પૂર્વ દિલ્હીની એક હોસ્પિટલમાં બેબી કેર સેન્ટરમાં લાગેલી આગમાં સાત નવજાત શિશુઓના દુઃખદ મૃત્યુની તપાસનો આદેશ આપ્યો છે. દિલ્હીના આરોગ્ય સચિવે ફોન અને વ્હોટ્‌સએપ પર કોઈ જવાબ આપ્યો ન હતો. આ તપાસના આદેશમાં ભારદ્વાજે કહ્યું કે, તેમણે આરોગ્ય સચિવ દીપકકુમાર અને મુખ્ય સચિવ નરેશકુમારને આગના કારણની તપાસ શરૂ કરવા અને જવાબદાર લોકોની ધરપકડ કરવા માટે નિર્દેશો મોકલ્યા છે. આરોગ્ય સચિવ ફોન કોલ્સ અને સંદેશાઓનો જવાબ આપતા ન હોવાથી મુખ્ય સચિવને એક નકલ સાથે ઈમેલ દ્વારા નિર્દેશો મોકલવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ આ ઘટનાની ઝડપી તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે, બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અથવા ખાનગી લોકોના નામ અને હોદ્દો આપવામાં આવે. દિલ્હીના આરોગ્ય પ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે, બચાવી લેવામાં આવેલા બાળકોની શ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર સુનિશ્ચિત કરવા, મૃતકો અને ઘાયલોના પરિવારોને ઝડપથી વળતર આપવા અને આ હોસ્પિટલ ચલાવનારાઓની ધરપકડ કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts