રાજપીપળાના દીપક અને જ્યોતિ જગતાપને એક્સિલન્સ એવોર્ડ એનાયત

 

રાજપીપળા, તા.૨૮
રાજપીપળાના બહુમુખી પ્રતિભા ધરાવનાર દંપતિ દીપક જગતાપ અને જ્યોતિ જગતાપને ઇન્ડિયા રેકોર્ડ દ્વારા ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને એક્સિલન્સ એવોર્ડ -૨૦૨૧ એવોર્ડ આપવાની સત્તાવાર જાહેરાત કરવામા આવી હતી. જેમા ગણતંત્ર દિવસ પર ઇન્ડિયા રેકોર્ડ પેજ પર ભારત અને વિશ્વના વિવિધ દેશોમાથી વિવિધ ક્ષેત્રોમાં પસંદ પામેલા ૮૫ જેટલી પ્રતિભા સંપન્ન પ્રતિભાઓના નામની જાહેરાત કરવામાં આવી છે.જેમાં ભારત, દુબઈ, લંડન, શ્રીલંકા, કેનેડા સહિતના વિવિધ દેશોમાંથી જુદાજુદા ક્ષેત્રોમાં પ્રશંશનીય કામગીરી કરતી હસ્તીઓને એક્સિલંસ એવોર્ડ-૨૦૨૧થી સન્માનિત કરી ઇન્ડિયા રેકોડ્‌ર્સમાં સ્થાન આપવામાં આવ્યું છે.
જેમાં ગુજરાતમાંથી આ નર્મદા જિલ્લાના રાજપીપળાનું ગૌરવ ગણાતા જાણીતા વિજ્ઞાન લેખક,પત્રકાર સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર દંપતિ એવા દીપક જગતાપ અને જ્યોતિ જગતાપને ઇન્ડિયા રેકોર્ડ દ્વારા એક્સિલન્સ એવોર્ડ -૨૦૨૧થી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે જ્યોતિબેન જગતાપને સોશિયલ વર્કએન્ડ સર્વિસ કેટેગરીમા પસંદગી કરવામાં આવી છે. દીપક જગતાપ પોતે જાણીતા વિજ્ઞાન લેખક , કટાર લેખક છે.તેમના બે હજારથી વધુ લેખો પ્રસિદ્ધ થયા છે.અને વધુ ૧૨થી વધુ પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.પાંચ જેટલા દૈનિક અખબારોમાં વિજ્ઞાન વિષયના લેખો લખતા કટાર લેખક છે. તેઓ અને વિવિધ સામાજિક કાર્યોમાં પણ તેમનીનોંધપાત્ર સેવા બદલ તેમને આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
જ્યારે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ જ્યોતિ જગતાપ તેમની સંસ્થાના માધ્યમથી કોરોનાકાળ માં નર્મદા જિલ્લાના ઊંડાણના વિસ્તારોમાં સાત જેટલા જેટલા રક્તદાન કેમ્પ યોજીને તથા દંપતીએ સાતથી વધુ વાર રક્તદાન કરીને અસંખ્યલોકો ની જિંદગી બચાવી છે.ઉપરાંત તેમની સંસ્થા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ પ્રમુખ જ્યોતિબેન જગતાપના નેજા હેઠળ કોરોનાના કપરા કાળમાં કામગીરી કરનાર ૩૦ જેટલી સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓને રેવાના મોતી એવોર્ડ થી સન્માનિત કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks