રાજસ્થાનમાં દલિત બળાત્કાર પીડિતાને પહેરેલા કપડાંઉતારવાની માગણી કરવા બદલ મેજિસ્ટ્રેટ સામે ફરિયાદ નોંધાઈ

(એજન્સી) તા.૬
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં બનેલી એક આઘાતજનક ઘટનામાં એક મેજિસ્ટ્રેટે એક દલિત બળાત્કાર પીડિતને તેની ઇજાઓ બતાવવા માટે તેણે પહેરેલા કપડાં ઉતારવાનું કહેવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. નાયબ પોલીસ અધિક્ષક (ST-SC સેલ), મીના મીનાએ જણાવ્યું હતું કે, પીડિતાએ ૩૦ માર્ચે, હિંદૌન કોર્ટના મેજિસ્ટ્રેટને આ ઘૃણાસ્પદ કૃત્ય અંગેનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. મીનાના જણાવ્યા મુજબ પીડિતાએ મેજિસ્ટ્રેટની માંગણીનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો અને બાદમાં તેમની સામે ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ ઘટનાએ આક્રોશ ફેલાવ્યો છે અને ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાંથી, બળાત્કાર પીડિતોની સારવાર અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ન્યાયિક પ્રણાલીમાં આવા કેસોના સંચાલનમાં સંવેદનશીલતા અને આદરની જરૂરિયાતને પ્રકાશિત કરે છે. આ કાનૂની કાર્યવાહી, દરમિયાન પડિતોને ન્યાય મળે અને તેમની સાથે સન્માન અને સહાનુભૂતિપૂર્ણ વર્તન થાય તે જરુરી છે. મેજિસ્ટ્રેટ સામે ૈંઁઝ્રની કલમ ૩૪૫ (ખોટી રીતે કેદ) અને જીઝ્ર/જી્‌ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મહિલા પર ૧૯ માર્ચે બળાત્કાર થયો હતો અને આ અંગે તેણે ૨૭ માર્ચે હિંદૌન સદર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts