રાજસ્થાન : લગ્ન સમારોહમાં સિલિન્ડર બ્લાસ્ટ, ૯નાં મોત

(એજન્સી) અજમેર, તા.૧૭
રાજસ્થાનના અજમેર નજીક બ્યાવર ગામે એક લગ્ન સમારોહમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં ૯ લોકોનાં મોત થયા હતાં. જ્યારે ર૦ લોકો ઘવાયા તા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ અંગેની વિગતો એવી છે કે બ્યાવર ગામે એક લગ્ન સમારંભ દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેથી મકાનની છત ઉડી ગઈ હતી. જેના કારણે ૯ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે ર૦ ઘાયલ થયા હતા. જ્યાં લગ્નનો માહોલ માતમમાં બદલાઈ ગયો હતો. ગામમાં કુમાવત સમાજ ભવનમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. જ્યાં રસોઈ ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. ઈમારતની છત નીચે ઉપસ્થિત ૯ લોકોના ઘટનાસ્થળે દર્દનાક મોત થયા હતા જ્યારે ર૦ ઘાયલ થયા હતા. હજુ કાટમાળ નીચે ઘણા લોકો ફસાયેલા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સિલિન્ડર ફાટતાં ઈમારતની છત ઉડી ગઈ હતી. જેથી આસપાસના મકાનોને પણ નુકસાન થયું હતું. ફાયરબ્રિગેડ તેમજ આપદા ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈ લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને અજમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ર કે ૩ સિલિન્ડર ફાટ્યા હતા. જેથી આ ભીષણ હોનારત સર્જાઈ હતી. ઈમારતનો મોટો ભાગ તૂટી પડ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts