રાજ્યના ૩૧ જિલ્લાના ૧૯૯ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

અમદાવાદ, તા.૧૬
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે મહેસુલ મંત્રી કૌશીક પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૫.૭૧ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ જિલ્લાના ૧૯૯ તાલુકામાં વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધી ૨૦૩ ડેમમાં નવા નીરની આવક થઈ છે. જ્યારે ૧૯૩ ડેમ ૭૦ ટકા સુધી ભરાઈ ગયા છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે વરસાદના કારણે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેમાં કોઈ નુકશાન થયું નથી. પરંતુ પંચાયત હસ્તકના ૧૩૦ રસ્તાઓમાં નુકસાન થયું છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોના કલેક્ટરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભાવનગરના જેસરમાં ૯ ઈંચ જેટલો વરસાદ થયો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જે ઓસળવાના શરૂ થયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts