રાજ્યની તમામ શાળાઓમાં ‘ગુજરાતી’ વિષયને ફરજિયાત કરવા સરકારે કમર કસી

અમદાવાદ, તા.૩૧
ગુજરાતની રૂપાણી સરકાર રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાને એક વિષય તરીકે ફરજિયાત બનાવવા કમરકસી છે તેવી વિગતો સાંપડી છે. સી.બી.એસ.ઈ., આઈ.સી.એસ.ઈ અને અન્ય બોર્ડ સાથે જોડાયેલી શાળાઓમાં પણ ગુજરાતી ભાષાનો અભ્યાસ અનિવાર્ય બનશે. આ અંગે એવું કહી શકાય કે ગુજરાતી ભાષાનું ઘટતું જતું મહત્ત્વ અને ગુજરાતી શાળાઓ બંધ થવાનું પ્રમાણ વધતા રૂપાણીએ ચિંતા વ્યક્ત કરી છે.
આ અંગેની વિગતોમાં જઈએ તો રાજ્યમાં ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં અને ગુજરાતી ભાષાની શાળાઓ બંધ થવાનું પ્રમાણ વધતા સરકાર હરકતમાં આવી છે.
તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા એક સમારોહમાં મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતી ભાષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યા અને અનેક વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતીને એક વિષય પસંદ નહીં કરવાની બાબતને લઇને ચિંતા વ્યકત કરી હતી. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે ગુજરાતી ભાષાના ભાવિને લઇને મુખ્યમંત્રીની ચિંતાને ધ્યાનમાં લેતા અમે નિષ્ણાંતોની એક સમિતિ નીમિ છે જે સરકારને ગુજરાતી ભાષાને મજબુત કરવા શું કરવુ જોઇએ એ અંગે સલાહ-સુચનો કરશે. સરકાર તમામ વર્ગોમાં, તમામ કનિદૈ લાકિઅ બોર્ડમાં ગુજરાતીને ફરજીયાત વિષય બનાવવા વિચાર કરી રહી છે. ગુજરાતી ભાષાને વૈકલ્પિક તરીકે રાખી ન શકાય. બીન સરકારી શાળાઓ અને બીન ગુજરાતી બોર્ડની શાળાઓમાં પણ ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવવા માટે નિષ્ણાંતોની સલાહ લેવામાં આવી રહી છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું. જો કે આ અંગે જુદી-જુદી શાળાના સંચાલકો વચ્ચે મતમતાંતર હોવાનું જાણવા મળ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks