• કોરોનાએ વધુ ૧૭ વ્યક્તિઓનો લીધો ભોગ : કોરોનાનો કુલ મૃત્યુઆંક ર૯૬૪ • રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ ૯૧,૩ર૯ : તો ૭૩,પ૦૧ લોકો થયા કોરોનામુક્ત !
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૭
રાજયમાં કોરોનાનો કહેર જારી રહેવા સાથે દિવસે દિવસે વધી રહ્યું છે. રાજયભરમાં કોરોનાનો વ્યાપ વધવાની સાથે પાંચથી સાત જિલ્લાઓમાં તો કોરોનાના કેસોનો વધારો હજુ જોવા મળી રહ્યો હોઈ તંત્રની દોડધામ વધી જવા પામી છે. રાજયભરમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝિટિવના વધુ નવા ૧૧૯૦ કેસ બહાર આવ્યા છે. જેમાં આજે પણ રપ૮ કેસ સાથે વધુ કેસોમાં સુરત નં.૧ પર રહેલ છે. જયારે અમદાવાદમાં કોરોનાના કેસોની એ જ યથાવત સ્થિતિ જોવા મળી રહી છે. રાજયમાં કોરોના મૃત્યુમાં વધારો જારી રહેતા આજે વધુ ૧૭ વ્યકિતઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. બીજી તરફ રાજયમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં આજે તો કોરોનાના નવા કેસો જેટલી જ સંખ્યામાં એટલેકે ૧૧૯૩ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજયનો રીકવરી રેટ ૮૦.૪૮ ટકા થયો છે રાજયમાં કોરોના ટેસ્ટનો વધારો જારી રહેતા ર૪ કલાકમાં વધુ ૭૬,રર૭ ટેસ્ટ કરવામાં આવેલ છે. રાજયમાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન નવા ૧૧૯૦ કેસ બહાર આવતા કુલ કેસ ૯૧૩ર૯ થયા છે ર૪ કલાક દરમ્યાન ૧૭ દર્દીના મોત થયા છે જેને પગલે કુલ ર૯૬૪ લોકોએ કોરોનામાં જીવ ગુમાવેલ છે. ગુજરાતમાં કોરોનાનો ચેપ દિવસે અને દિવસે વધતો જઈ રહ્યો છે. તો બીજી તરફ એ પણ સારા સમાચાર છે બહોળી માત્રામાં લોકો સાજા થઈ રહ્યા છે. હવે કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. આજે રાજયમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. રોજેરોજ ઉંચે જતા કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૧૯૦ પોઝિટિવ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૯૧,૩ર૯એ પહોંચી છે. જયારે રાજયમાં વધુ ૧૧૯૩ લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે. એ સાથે જ રાજયમાંથી અત્યાર સુધીમાં ઘરે સાજા થઈને જનારાની સંખ્યા ૭૩,પ૦૧ થઈ ગઈ છે. ગુજરાત માટે રાહતજનક બાબત એ છે કે, રાજયમાં સાજા થવાનો દર ૮૦.૪૮ ટકા છે.
રાજયમાં કોરોનાના નોંધાયેલા કેસોમાં સૌથી વધુ સુરત શહેર-ગ્રામ્યમાં કુલ રપ૮ કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે અમદાવાદ જિલ્લામાં ૧૬૩ કેસ, તો વડોદરા જિલ્લામાં-૧ર૩ કેસ, જામનગર-૮૯, રાજકોટમાં-૯૬, ભાવનગર-પ૧, અમરેલી-૩૦, ગાંધીનગર-જૂનાગઢ-પંચમહાલ જિલ્લામાં ર૮-ર૮ કેસ તથા કચ્છ-ર૭, મોરબી-ર૪, ભરૂચ-મહેસાણામાં-ર૧-ર૧ કેસ તેમજ રાજયના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૯ જેટલા કેસ નોંધાવવા પામેલ છે.
રાજયમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ પૈકી હાલમાં ૧૪૮૬૪ એકિટવ કેસ છે અને તેમાંના ૯૧ દર્દીઓ વેન્ટીલેટર પર રખાયેલ છે. જયારે અન્ય ૧૪૭૭૩ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે. રાજયમાં કોરોના ટેસ્ટમાં વધારાને પગલે ર૪ કલાકમાં વધુ ૭૬રર૭ ટેસ્ટ કરાતા હવે અત્યાર સુધીમાં કુલ ર૦.૪પ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવેલ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે. રાજયમાં આજ સુધીમાં કુલ ૪.૮૧ લાખ લોકોને કવોરન્ટાઈન કરવામાં આવેલ છે.