રાજ્યભરમાં ધો.૧૦-૧રની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં આરંભ

અમદાવાદ,તા. ૧૨
રાજયભરમાં આજથી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત્‌ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. અમદાવાદ શહેર સહિત રાજયભરના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ચહલપહલ અને ધમધમાટ જોવા મળ્યો હતો. બોર્ડની પરીક્ષાને લઇ વિદ્યાર્થી અને વાલીઓમાં ઉત્સાહની સાથે સાથે સ્વાભાવિક ચિંતા અને ગભરાહટની લાગણી સાથે ઉત્તેજનાનો માહોલ પણ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ આજે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. બોર્ડ અને શિક્ષણ સત્તાવાળાઓ દ્વારા આજથી શરૂ થયેલી પરીક્ષાઓને લઇ તમામ તૈયારીઓ કરી દેવાઇ હતી. તો શાળાઓ દ્વારા પણ આજે વિદ્યાર્થીઓનું કંકુ-તિલકના ચાંલ્લા લગાવી, હાથમાં ગુલાબના ફુલ અને બોલપેન આપી ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને પરીક્ષાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ધો. ૧૦ બોર્ડનું ગુજરાતી અને અંગ્રેજીનું
પેપર વિદ્યાર્થીઓને સરળ લાગ્યું
બોર્ડની પરીક્ષામાં ધો.૧૦માં આજે ગુજરાતી અને અંગ્રેજીનું પેપર વિદ્યાર્થીઓએ ખૂબ જ સહેલું હોવાનું જણાવ્યું હતું. અંગ્રેજીના પેપરમાં સ્વચ્છ ભારત, વર્ષાઋતુ અંગે નિબંધ પૂછાયો હતો. તો કેટલાક વિદ્યાર્થીઓએ સમય ખૂટ્યો હોવાની વાત રજૂ કરી હતી. તો ધો.૧ર સાયન્સમાં ફિઝીક્સનું પેપર સહેલું પૂછાયાનો વિદ્યાર્થીઓએ મત આપ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks