રાજ્યભરમાં શિયાળાની જમાવટ શરૂ નલિયામાં તાપમાન ૧૧.૮ ડિગ્રી

અમદાવાદ,તા.૧
રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને એક તરફ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે શિયાળાએ જમાવટ કરતા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. પરિણામે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઠંડીનો માહોલ જામ્યો છે. શુક્રવારે ૧૧.૮ ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજયનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જયારે આગામી દિવસોમાં રાજયભરમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળે તેવી શકયતા વર્તાઈ રહી છે. નવેમ્બર મહિનામાં જોવા મળતી ઠંડી આ વખતે જોવા મળી નથી જયારે ડિસેમ્બર મહિનાના આરંભે જ ઠંડા પવનો ફૂંકાતા રાજયમાં શિયાળો હવે જામશે તેવા એંધાણા વર્તાઈ રહ્યા છે. ઠંડીના આગમનની સાથે લોકો ગરમ વસ્ત્રોની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. શુક્રવારે રાજયમાં અનેક સ્થળોએ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. નલિયામાં લઘુતમ તાપમાન ૧૧.૮ ડિગ્રી જયારે વલસાડ અને અમરેલીમાં ૧ર.૬, ડીસામાં ૧૩.૯, ગાંધીનગરમાં ૧૪.પ, વડોદરામાં ૧પ, ભૂજમાં ૧પ.૩, રાજકોટ ૧પ.૪, જયારે અમદાવાદમાં ૧પ.૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જયારે રવિ પાક માટે આ ઠંડી સાનુકૂળ રહેતા કૃષિમાં ફાયદો થશે. જયારે ક્રમશ વધી રહેલી ઠંડીને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં સમી સાંજથી જ લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. જયારે ઠંડીનું પ્રમાણ વધતા રાત્રીના તેમજ વહેલી સવારે લોકો કામ સિવાય બહાર જવાનું ટાળી રહ્યા છે. જયારે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની શકયતા વર્તાઈ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks