રાજ્યમાં કોરોનાના વધતા કેસોને લઈ પાન-મસાલાની દુકાનો બંધ થવાના સંકેત

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસો ઘટવાને બદલે વધી રહ્યા હોઈ સરકારે તેને લઈને ચિંતા સાથે દોડધામ વધારી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં મોટાપાયે ઉછાળો બહાર આવી રહ્યો છે. ત્યારે હવે સરકાર તરફથી કોરોના નિયંત્રણ માટે કેટલાક પગલા લેવાની દિશામાં સરકાર વિચારી રહી છે જેમાં આગામી સમયમાં પાન-મસાલાની દુકાનો ફરી બંધ થવાનો ઈશારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેવામાં સુરતમાં વધતા કેસોને લઈ ત્યાંની મુલાકતે પહોંચેલ આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ કતારગામ ઝોનની મુલાકાત લીધી હતી. ત્યારે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પાન-મસાલાની દુકાનો બંધ થવાને લઇને કેટલાક સંકેતો આપ્યા હતા. આજે પાન-મસાલાના બંધાણી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પાન મસાલાની દુકાનો ફરી બંધ થાય તેવી શક્યતા છે. સુરતમાં આરોગ્ય અગ્ર સચિવે સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરીશું. જેને લઇને પાન-મસાલાના બંધાણીઓએ સ્ટોક કરવાનું શરૂ કર્યું છે. અગાઉ જયંતી રવિએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં બેસવાની વ્યવસ્થા અને રસ્તા પર થૂંકવાની કુટેવના કારણે કોરોનાનું સંક્રમણ વધવાનું એક કારણ હોઇ શકે છે. વધુમાં તેમણે કહ્યું કે, કોવિડ કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર શરૂ થશે. કોવિડ આઇસોલેશન સેન્ટરને હોસ્પિટલ સાથે લિંક કરાશે. મેડિકલ, ડેન્ટલ અને પેરા મેડિકલની પરીક્ષા મૌકૂફ રખાઇ છે. પરીક્ષા મામલે ચોક્કસ ગાઇડલાઇન આવશે. વધુ કેસ આવશે ત્યાં લૉકડાઉનનો અમલ કરાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks