અમદાવાદ,તા.ર૧
રાજયમાં કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. રાજયમાં દિવસેને દિવસે ટેસ્ટમાં જેમ વધારો કરવામાં આવ્યો છ.ે તેમ કોરોનાના કેસો વધવા લાગ્યા છે. અત્યાર સુધી ૧૩પ૦ની આસપાસ આવતા નવા કેસોમાં અજે અચાનક ૧૪૩૦ નવા કેસ નોંધાયા છે. જયારે મોતના આંકડો પણ ર૪ કલાકમાં ૧૭એ પહોંચી ગયો છે. એટલે કે મોતનાં આંકડામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ લોકો કોરોના મહામારીની ગાઈડલાઈનનો અમલ ન કરતા હોવાનું પણ તંત્રને ધ્યાને આવતા લોકોની ભીડ થાય છે તેવી ચાની કીટલી અને ગલ્લાઓ સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ લોકો સાવચેત રહીને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જેવી તકેદારી દાખવે તો આ મહામારી સામેનો જંગ જીતવામાં સફળતા મળશે. વિગતવાર વાત કરીએ તો કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. રોજેરોજ ઊંચે જતાં કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ ૧૪૩૦ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૨૪,૭૬૭એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૭ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૩૩૯એ પહોંચ્યો છે. જ્યારે ૧૩૧૬ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે ખુશ ખબર એ છે કે, રાજ્યમાં સાજા થવાનો દર ૮૪.૨૩ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૬૧,૮૯૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૯, અમદાવાદ કોર્પોરેશન ૧૫૭, સુરત ૧૧૧, રાજકોટ કોર્પોરેશન ૧૦૧, જામનગર કોર્પોરેશન ૧૦૦, વડોદરા કોર્પોરેશન ૯૫, મહેસાણા ૬૦, બનાસકાંઠા ૫૨, રાજકોટ ૪૨, વડોદરા ૪૨, અમરેલી ૩૨, મોરબી ૨૯, પંચમહાલ ૨૮, ભાવનગર કોર્પોરેશન ૨૭, કચ્છ ૨૭, સુરેન્દ્રનગર ૨૭, ગાંધીનગર કોર્પોરેશન ૨૫, જામનગર ૨૩, ગાંધીનગર ૨૨, અમદાવાદ ૨૦, પાટણ ૨૦, જૂનાગઢ કોર્પોરેશન ૧૯, જૂનાગઢ ૧૮, સાબરકાંઠા ૧૬, ગીર-સોમનાથ ૧૫, મહીસાગર ૧૪, ભરૂચ ૧૩, બોટાદ ૧૩, આણંદ ૧૨, દાહોદ ૧૨, નર્મદા ૧૨, ભાવનગર ૧૧, ખેડા ૧૦, અરવલ્લી ૯, દેવભૂમિ દ્વારકા ૯, પોરબંદર ૯, નવસારી ૭, છોટાઉદેપુર ૫, વલસાડ ૫, તાપી ૨ કેસો મળી કુલ ૧૪૩૦ કેસો મળ્યા છે. જ્યારે મોતના આંકડાની વાત કરીએ તો સુરત ૪, અમદાવાદ કોર્પોરેશન ૩, ભાવનગર કોર્પોરેશન ૨, સુરત કોર્પોરેશન ૨, વડોદરા ૨, વડોદરા કોર્પોરેશન ૨, ગીર-સોમનાથ ૧, રાજકોટ કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો, આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૭ લોકોનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૩૩૯એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૦૫,૦૯૧ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૬,૩૩૭ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૯ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૬,૨૪૮ સ્ટેબલ છે, તો અત્યાર સુધી ૧,૦૫,૦૯૧ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે. ઉપરાંત રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં અત્યારે ૬,૧૯,૪૧૭ લોકો ક્વોરન્ટાઈન કેદમાં છે.