રાજ્યમાં કોરોનાનો વધતો કહેર : એક જ દિ’માં વધુ નવા રેકર્ડબુક ૧૨૮૨ કેસ : ૧૩નાં મોત ! રાજ્યભરમાં અત્યાર સુધીના કોરોનાના કુલ કેસોનો આંક ૯૩,૮૮૩

કોરોનામાં કુલ ૨૯૯૧ લોકોએ જીવ ગુમાવ્યા; તેની સામે કુલ ૭૫,૬૬૨ થયાં કોરોના મુક્ત !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૯
રાજ્યભરમાં કોરોના વાયરસનો વ્યાપ વધવા સાથે રોજે-રોજ કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળારૂપ વધારો ફરીથી જોવા મળી રહ્યો છે. રોજના કેસોના વધારાનો આંક હવે ૧૩૦૦ની લગભગ નજીક પહોંચી જવા પામ્યો છે. રાજ્યના છથી આઠ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો જારી રહેતા તેના પગલે રાજ્યમાં ઉછાળારૂપ કેસો બહાર આવી રહ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક કોરોનાના નવા ૧ર૮ર કેસ બહાર આવ્યા છે. જેમાં ર૭૩ કેસ સાથે આજે પણ સુરત ટોપ પર રહેલ છે. જ્યારે કોરોનામાં મોતના પ્રમાણની યથાવત સ્થિતિ જારી રહેતા વધુ નવી ૧૩ વ્યક્તિઓ મોતને ભેટી છે. બીજી તરફ કોરોનાના વધતા કેસો સામે સાજા થનારા દર્દીઓનો ઉછાળારૂપ આંક રાહતરૂપ છે. ર૪ કલાકમાં રાજ્યભરમાં વધુ ૧૧૧૧ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજ્યના કોરોનાનો રિકવરી રેટ વધીને ૮૦.પ૯ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના ટેસ્ટ કરવામાં વધારો તંત્ર દ્વારા જારી રાખવામાં આવ્યો છે. ર૪ કલાકમાં ૭૪,ર૩૪ કોરોના ટેસ્ટ કરવામાં આવેલ છે.
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં કેસમાં વધારો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૨૮૨ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૯૩,૮૮૩એ પહોંચી છે. જ્યારે રાજ્ય વધુ ૧૩ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૨૯૯૧એ પહોંચ્યો છે.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૮૧, અમદાવાદ કોર્પોરેશન ૧૪૩, સુરત ૯૨, વડોદરા કોર્પોરેશન ૮૯, જામનગર કોર્પોરેશન ૮૮, રાજકોટ કોર્પોરેશન ૭૯, ભાવનગર કોર્પોરેશન ૩૬, રાજકોટ ૩૬, વડોદરા ૩૫, પંચમહાલ ૩૪, કચ્છ ૨૮, મોરબી ૨૮, અમરેલી ૨૫, ભાવનગર ૨૫, ગીર સોમનાથ ૨૨, અમદાવાદ ૨૧, ભરૂચ ૨૧, ગાંધીનગર ૨૧, મહેસાણા ૨૦, પાટણ ૧૯, બનાસકાંઠા ૧૮ તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં ૧થી ૧૮ કસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની અખબારી યાદી મુજબ અમદાવાદ કોર્પોરેશન ૩, રાજકોટ કોર્પોરેશન ૨, સુરત કોર્પોરેશન ૨, અમરેલી ૧, ગીર સોમનાથ ૧, મહેસાણા ૧, મોરબી ૧, જામનગર કોર્પોરેશન ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૩ લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૨૯૯૧એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૭૫,૬૬૨ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ કોરોનાના કુલ કેસ ૧૫,૨૩૦ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૯ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૫,૧૪૧ સ્થિતિ સરકારી તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે. રાજ્યમાં જારી કોરોના ટેસ્ટના વધારાને પગલે હવે અત્યાર સુધીના કુલ કોરોના ટેસ્ટનો આંક ર૧.૯પ લાખે પહોંચ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks