રાજ્યમાં ગરમી વધવાની શરૂઆત અમરેલીમાં તાપમાન ૩૮.૮ ડિગ્રી

અમદાવાદ,તા. ૧૨
અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના પ્રમાણમાં વધુ વધારો થયો છે. આજે અમરેલીમાં પારો ૩૮.૮ સુધી પહોંચી ગયો હતો. રાજ્યના અનેક ભાગોમાં પારો ૩૮ સુધી પહોંચ્યો છે ત્યારે અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી રહ્યું હતું. ગરમીનો અનુભવ હવે લોકોને થવા લાગી ગયો છે. આવતીકાલે પણ પારો ૩૭ સુધી રહે તેવી શક્યતા છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટાભાગે વધુ ફેરફાર નહીં થાય.
સ્થળ તાપમાન (મહત્તમ)
અમદાવાદ ૩૭.૧
ડિસા ૩૬.૪
ગાંધીનગર ૩૬.૫
વીવી નગર ૩૭.૪
વડોદરા ૩૮
સુરત ૩૭.૮
વલસાડ ૩૫.૪
અમરેલી ૩૮.૮
ભાવનગર ૩૬.૪
પોરબંદર ૩૪.૨
રાજકોટ ૩૭.૩
સુરેન્દ્રનગર ૩૭.૭
ભુજ ૩૭.૬
નલિયા ૩૨.૬
કંડલા એરપોર્ટ ૩૬.૨
કંડલા પોર્ટ ૩૩.૧
મહુવા ૩૭.૮

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks