રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ પાટનગરમાં પારો ૯ ડિગ્રી નોંધાયો

અમદાવાદ, તા.૧૯
રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં છેલ્લા એકાદ સપ્તાહથી લોકોને ગરમીનો અનુભવ થતો હતો જ્યારે ફરી એકવાર તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે જ્યારે હવામાન વિભાગના સૂત્રો મુજબ આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે. ગુજરાતમાં છેલ્લા કેટલા દિવસના વિરામ બાદ ફરી વાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા ચારેક દિવસથી રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થતો હતો જ્યારે છેલ્લા ર૪ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા કેટલાક સ્થળોએ લોકો તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે રાજ્યમાં ૯ ડિગ્રી તાપમાન સાથે પાટનગર વાસીઓએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો જ્યારે અમદાવાદામાં પણ લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય નલિયામાં ૧૧.ર, ડીસામાં ૧ર.ર, ભૂજમાં ૧ર.૩, અમરેલીમાં ૧ર.૮, કંડલામાં ૧ર.૯, વડોદરામાં ૧૪.ર, ઈડરમાં ૧૪.ર અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન ૧૪.પ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધ-ઘટ સાથે હજુ એકાદ સપ્તાહ ઠંડીનો ચમકારો જોવા મળશે. જો કે બપોરના સમયે સામાન્ય ગરમીનો અનુભવ થાય છે ત્યારે હિમાચલ પ્રદેશમાં કોલ્ડવેવને જોતાં ગુજરાતમાં ઠંડીનો વધારો થયો છે તેવું અનુમાન કરી શકાય. જો કે આ ઠંડીથી ફરીવાર લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks