રાજ્યમાં ધીમે-ધીમે જોર પકડતી ઠંડી વલસાડ-નલિયામાં લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી

અમદાવાદ,તા.૧૩
રાજયમાં છેલ્લા બે ત્રણ દિવસથી લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે બીજી તરફ ઉત્તર ભારતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઘટતા તાપમાનની તો વલસાડ અને નલિયામાં પારો ૧૩ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો. આમ દિવાળી બાદ ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળે તેવી પૂરેપૂરી શકયતા છે. શુક્રવારે રાજયમાં મોટા ભાગના સ્થળોએ લઘુતમ તાપમાન ર૦ ડિગ્રી કરતા ઓછું નોંધાયું હતું. જે ઠંડીના જોરદાર આરંભ તરફ ઈશારો કરે છે ઠંડીનો ચમકારો જોવા મળતા લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. જયારે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો વલસાડ અને નલિયામાં પારો ૧૩.૦ ડિગ્રી, અમરેલી અને કેશોદમાં ૧૪.૪, વડોદરામાં ૧પ.૪, રાજકોટ અને મહુવામાં ૧પ.૭, ગાંધીનગરમાં ૧૬.૦, ડીસામાં ૧૬.પ, કંડલા એરપોર્ટમાં ૧૬.૬, ભાવનગરમાં ૧૭.૦, ભૂજમાં ૧૭.૧ અને અમદાવાદ તથા પોરબંદરમાં લઘુતમ તાપમાન ૧૭.૮ ડિગ્રી નોંધાયું હતું. જયારે અન્ય કેટલાક સ્થળોએ પણ પારો ર૦ ડિગ્રી કરતા ઓછો નોંધાયો હતો. કોરોનાનું સંક્રમણ અને દિવાળી પર્વની ઉજવણી વચ્ચે ઠંડીની શરૂઆતને જોતા વિશેષ તકેદારી રાખવાનું તબીબો અને જાણકારો જણાવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts