રાજ્યમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા મુદ્દે ૩૦ સપ્ટેમ્બરે સુનાવણી

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
આજે હાઇકોર્ટે નોંધ્યું હતું કે પિટિશનર્સ દ્વારા કરવામાં આવેલ પિટિશનસમાં પીટીશનના મુદ્દાઓ બહુ વિસ્તૃત છે, તેથી કોર્ટે પિટિશનર્સને તેમના મુદ્દાઓને કનફાઇન(સીમિત) કરી સોગંધનામાં સ્વારૂપે આપવા કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વકરતાં રોગચાળાનો મામલે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંધનામુ કર્યું હતું જેમાં સરકાર દ્વારા રોગ કલ્યાણ સમિતિ હેઠળ ફ્રી સારવારની વાત કરવામાં આવે છે પરંતુ રજૂ કરાયેલા સોગંધનામામાં વિરોધાભાસી વલણ જોવા મળ્યું હતું. સરકારે વર્ષ ૨૦૧૭થી વર્ષ ૨૦૧૯ના જુલાઈ મહિના સુધીના બીમારીના આંકડા રજૂ કર્યા હતા. સરકાર દ્વારા બીજા રાજ્યો સાથે ગુજરાત રાજ્યના બીમારીના આંકડાની સરખામણી કરતા આંકડા રજૂ કરાયા હતા જેના પ્રમાણે ગુજરાત રાજ્ય બીમારી આંકડાઓમાં ભારત ૪થા ક્રમે આવે છે. આ રજૂ કરાયેલા બીમારી આંકડા યોગ્ય ન હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો. જેથી આ મામલે હાઇકોર્ટે વધુ સુનાવણી ૫મી સપ્ટેમ્બરના રોજ રાખી છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં થયેલ અત્યંત વધારા મુદ્દે હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ કરવામાં આવી હતી. આ રીટમાં અરજદાર દ્વારા હાઇકોર્ટમાં ૨૦ ઓગસ્ટે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાણી અને મચ્છરજન્ય રોગો તથા સ્વાઇન્ફ્લૂ રોકવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઇ છે. આ સોગંદનામામાં સ્વાઇન્ફ્લૂ તથા અન્ય પાણી અને મચ્છરજન્ય રોગો સંબંધિત જે ડેટા લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા, તે મૂકાયા હતા. સરકાર રાજ્યમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો ડામવામાં સરેઆમ નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ આ રિટમાં કરાયો છે. હાઇકોર્ટે આ સંદર્ભે સરકારને ૨૯ ઓગસ્ટ સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો હતો અને વધુ સુનાવણી ૨૯ ઓગસ્ટે રાખવામાં આવી છે.વિવિધ ટેસ્ટ અને સુવિધાઓ માટેની ફીની માહિતી પણ સરકારી હોસ્પિટલમાં હોય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts