રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષ એકજૂથ, બીએસપીને સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ અને કોંગ્રેસનું સમર્થન

(એજન્સી) લખનૌ, તા.૧ર
ઉત્તરપ્રદેશમાં રાજ્યસભાની પ૮ સીટો માટે યોજાનાર ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ને સમર્થન આપવા વિપક્ષો એકજૂથ થયા છે. બસપા તેના ૧૯ ધારાસભ્યોના બળે રાજ્યસભાની ચૂંટણી જીતી શકતી નથી. આવામાં બસપાને સમર્થન આપવા વિપક્ષ પાર્ટીઓ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (એસપી) અને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) એકજૂથ થઈને બસપાને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આના બાદ બસપા ઉમેદવાર ભીમરાવ આંબેડકરને રાજ્યસભામાં પહોંચવાનો માર્ગ સ્પષ્ટ થઈ જશે. યુપી વિધાનસભામાં સભ્યોની સંખ્યા ૪૦૩ છે જેમાં ૪૦ર ધારાસભ્યો ૧૦ રાજ્યસભા બેઠક માટે મતદાન કરશે. રાજ્યસભા ચૂંટણી જીતવા માટે એક સભ્યને ૩૭ ધારાસભ્યોનું સમર્થન મળવું જોઈએ. આ આંકડા અનુસાર ભાજપ ગઠબંધનના ખાતામાં ૮ અને ૪૭ ધારાસભ્યોવાળી સપાના ખાતામાં એક બેઠક નિશ્ચિત છે, ૧૦મી અને અંતિમ સીટ માટે સપાના ૧૦થી વધુ વોટ, બીએસપીના ૧૯, કોંગ્રેસના ૧૭ અને ૩ અન્ય સાથે ગઠબંધન કરીને ઉમેદવારને જીતાડી શકાય છે. બીજેપી દ્વારા અત્યાર સુધી ૮ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમનો વિજય નિશ્ચિત છે. સપાના જયા બચ્ચનનો પણ વિજય નક્કી છે. માત્ર બસપાના ઉમેદવાર ભીમરાવ આંબેડકરનો વિજય મુશ્કેલ હતો. પરંતુ સપા, કોંગ્રેસ અને આરએલડીના સમર્થન બાદ હવે તેમની જીત નિશ્ચિત છે. રાજ્યસભાની ચૂંટણીના બહાને વિપક્ષની તમામ પાર્ટીઓ એકજૂથ થઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks