રાયપુરમાં મહિલા સાથે છેડતી

અમદાવાદ,તા.૨૫
ગુજરાતમાં મહિલાઓ સાથે છેડતીના કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. જેમાં એક દંપતી જમવા ગયું હતું. જ્યા મહિલાની છેડતી થઇ હતી. છેડતી થયા બાદ પતિ અને મહિલાના ભાઇએ પ્રતિકાર કરતા ૫થી વધુ લોકોએ તેના ઉપર હુમલો કર્યો હતો. જેના પગલે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં રાયપુર વિસ્તારમાં મહિલાની છેડતી થઇ હોવાની ઘટના બની હતી. જ્યાં એક દંપતની જમવા ગયું હતું. જ્યાં ચારથી પાંચ લોકોએ મહિલાની છેડતી કરી હતી. ત્યારબાદ મહિલાના પતિ અને ભાઇએ આ લોકોનો વિરોધ કર્યો હતો. જેના પગલે આ શખ્સો વચ્ચે બોલાચાલ થઇ હતી. આ અજાણ્યા લોકોએ ત્રણે ઉપર હુમલો કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે હુમલાના કારણે મહિલાના હાથ, પીઠ ઉપર ઇજાઓ થઇ હતી. જ્યારે એક વ્યક્તિને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્રણે ઇજાગ્રસ્તોને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશન અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. પીડિતાના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાત્રે હું મારા પતિ સાથે રાયપુર દરવાજા પાસે જમવા આવી હતી. જમ્યા બાદ તે રીક્ષામાં બેઠી હતી ત્યારે ચાર પાંચ યુવકો ટોક્યા હતા અને મારી સાથે આવશો તેમ કહીને મારી પાસે મોબાઇલ નંબર માંગ્યો હતો. ત્યાર બાદ મારા પતિએ આ યુવકોને બોલ્યા કે તમારે મા-બહેન નથી. આ સાથે આ યુવકોએ પતિ સાથે ઝપાઝપી કરી હતી. જોકે ટોળાએ અમને છૂટા પાડીને જવા દીધા હતા. અમે આગળ નીકળ્યા હતા. અમે જ્યારે પારસી અગિયારી પાસે પહોંચ્યા ત્યારે ત્યાં ૧૦થી૧૨ યુવકો સાથે ત્રણ જેટલી મહિલાઓ આવી પહોંચી હતી. અને અમારી સાથે મારા મારી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks