રાષ્ટ્રપતિ કોવિંદની અરૂણાચલ મુલાકાત પર ચીનને વાંધો : કહ્યું ભારત સરહદી વિવાદને જટિલ ન બનાવે

(એજન્સી) બેઈજિંગ, તા. ૨૦
ચીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અરૂણાચલપ્રદેશની મુલાકાતનો ઉગ્ર વિરોધ કરતાં કહ્યું કે જ્યારે બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો નિર્ણાયક ક્ષણમાં આવ્યાં છે ત્યારે ભારતે સરહદી વિવાદને જટિલ ન બનાવવો જોઈએ. રાષ્ટ્રપતિ કોવિંદે રવિવારે અરૂણાચલની મુલાકાત લીધી હતી. કોવિંદની અરૂણાચલ મુલાકાત અંગે પૂછવામાં આવતાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કંગે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ચીન સરકારે ક્યારે પણ તથા કતિથ અરૂણાચલનો સ્વીકાર કર્યો નથી અને સરહદી મુદ્દે અમારું વલણ દૃઢ અને સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે બન્ને દેશો એક નિષ્પક્ષ અને ઉચિત સમાધાન પર પહોંચવા માટે વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવાની પ્રક્રિયામાં છે. તમામ પક્ષોએ શાંતિના માહોલ માટે પેન્ડીંગ છેલ્લા સમાધાન માટે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે ચીન આવે સમયે દૃઢતા સાથે ભારતીય નેતાઓની સંબંધિત વિસ્તારની મુલાકાતનો વિરોધ કરે છે. લૂએ કહ્યું કે અમને આશા છે કે ભારત આ દિશામાં કામ કરશે અને દ્વિપક્ષીય સંબંધોની સામાન્ય તસવીરને બનાવી રાખશે તથા સરહદી મુદ્દાઓને જટિલ નહીં બનાવે. જેથી કરીને સરહદી મુદ્દાઓનું વાતચીત દ્વારા અનુકૂળ સ્થિતિ બનાવી શકાય. ભારત અને ચીન વચ્ચે ૩,૪૮૮ કિમી લાંબી વાસ્તવિક અંકુશરેખા છે. ચીને ગત ૬ નવેમ્બરના રોજ રક્ષા મંત્રી નિર્મલા સીતારમણની મુલાકાતનો પણ વિરોધ કર્યો હતો. સીમા વિવાદનો અંત લાવવા માટે બન્ને પક્ષોના વિશેષ પ્રતિનિધિઓ દ્વારા વાતચીતના ૧૯ તબક્કા થઈ ચૂક્યાં છે. આશા છે કે વાતચીતનો ૨૦મા તબક્કામાં આગામી મહિને નવી દિલ્હીમાં યોજાઈ રહ્યો છે. જો કે તેને માટે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અને તેમના ચીની સમકક્ષ યાંગ જેચીએ સરહદી મંત્રણા માટે નામિત વિશેષ પ્રતિનિધિ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts