કોસંબા, તા.૭
રાષ્ટ્રીય નેતા તથા સાંસદ મર્હૂમ અહમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા કોસંબા જનરલ હોસ્પિટલ, બાઈ મરિયમ ઈ.ઈ. દાવજી ટ્રસ્ટ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ કોસંબાની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તા.૬/૧૨/૨૦ના રવિવારે યોજાયો હતો, જેમાં લોખાત મુલ્લાની બ્લડ બેંકના સ્ટાફે ખડેપગે સરાહનીય સેવા આપી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૦૫ જેટલા ડોનરોએ ભાગ લઈ લીધો હતો, જેમાં કોસંબા, કોસાડી, હથુરણ તેમજ આસપાસના ગામોના કોંગ્રેસના કાર્યકરોએ બ્લડ ડોનેટ કરી મર્હૂમ અહમદભાઈ પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કેમ્પમાં એક માત્ર મહિલા એવા સાર્વજનિક હાઈસ્કૂલના ચેરમેન યાશ્મિનબેન દાવજીએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા યાશ્મિનબેન દાવજી, કોસંબા જનરલ હોસ્પિટલના ચેરમેન યુસુફભાઈ પટેલ સાવાવાલા, સ્કૂલના સેક્રેટરી ફૈજલભાઈ બાવા, સલીમભાઈ મમુજી, ગોરાભાઈ દીવા, ફિરોઝાબેન, નિલોફરબેન, ઐયુબ મોતાલા, ડૉ.અબ્બાસભાઈ, ડૉ.અનવરભાઈ, મોહમ્મદ અલી ભાઈ, શોએબભાઈ કોલી, સોહેલભાઈ કોસાડી સહિત કોસંબા તરસાલીના યુવકોએ જહેમત ઊઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કેમ્પમાં પ્રગતિ ગ્લાસ, એચડીએફસી બેંકે પણ સહયોગ આપ્યો હતો.