(એજન્સી) તા.૧૪
ઉત્તરપ્રદેશના ગોરખપુર ફૂલપુર અને બિહારના અરરિયા લોકસભાની બેઠકોની ઉપ-ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ત્રણેય બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ને બહુ વધારે સંખ્યાના મતોના તફાવતથી હારનો સામના કરવો પડ્યો. પરિણામો જોતા કોંગે્રસના મુખ્ય નેતા રાહુલ ગાંધીએ ભાજપા પર હલ્લો બોલી દીધો છે. કોંગે્રસના મુખ્ય નેતા રાહુલ ગાંધીએ પોતાના વ્યક્તિગત ટ્વીટર હેડલ દ્વારા ઉપચૂંટણીમાં વિજયી થયેલ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી. રાહુલે ટ્વીટ કરતા લખ્યું, આજે ઉપ-ચૂંટણીમાં વિજયી થયેલ ઉમેદવારોને શુભકામનાઓ, પરિણામોથી સ્પષ્ટ છે કે, મતદારોને ભાજપા વિરૂદ્ધ બહુ ગુસ્સો છે અને મતદારો એવા ઉમેદવારને મત આપશે કે જે ભાજપનો ઉમેદવાર ન હોય અને જેની વિજયી થવાની સંભાવના સૌથી વધારે હોય. કોંગ્રેસ ઉત્તર પ્રદેશનું નવ-નિર્માણ કરવા ઉત્કૃષ્ટ છે પણ આ રાતોરાત થાય તે શક્ય નથી.
Facebook
0
Twitter
0