રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું; તેમણે કહ્યું કે, આદિવાસી અને દલિત મહિલાઓ કરોડપતિ બનશે

મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડના ચાઈબાસામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી, રાહુલ ગાંધીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે, દેશમાં પાણી, જંગલ અને જમીન પર આદિવાસીઓનો પ્રથમ અધિકાર છે

(એજન્સી) ઝારખંડ, તા.૯
મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડના ચાઈબાસામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે મંચ પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન, સીએમ ચંપાઈ સોરેન અને તમામ ઈન્ડી ગઠબંધનના નેતાઓ હાજર જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ ચાઈબાસાના મંચ પરથી વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે દેશમાં પાણી, જંગલ અને જમીન પર આદિવાસીઓનો પ્રથમ અધિકાર છે. તેમણે ઉમેર્યુ કે, ભાજપ આદિવાસીઓને વનવાસી કહીને તેમના અધિકારો છીનવી લેવા માંગે છે, પરંતુ અમે સંકલ્પ કર્યો છે કે અમે આદિવાસીઓને તેમના હક્ક અપાવીશું. આ સાથે તેમણે છે કે, તેઓ આદિવાસીઓ અને દલિતોના દરેક પરિવારમાંથી એક મહિલાને દર વર્ષે કરોડપતિ બનાવવામાં આવશે.
આદિવાસી અને દલિત મહિલાઓ કરોડપતિ બનશે :- રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં આદિવાસીઓની કુલ વસ્તી ૮ ટકા છે, પરંતુ તેથી તેમને ૧૦૦ રૂપિયામાંથી દસ પૈસા પણ ખર્ચવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. દેશની ટોચની અમલદારશાહીમાં પણ આદિવાસી અધિકારીઓની ભાગીદારી ઓછી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ રાહુલ ગાંધી પહેલીવાર ઝારખંડની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે ચાઈબાસામાં ટાટા કોલેજના મેદાનમાં સભાને સંબોધિત કરી હતી અને સિંહભૂમ બેઠક પરથી જેએમએમના ઉમેદવાર જોબા માંઝીને વોટ કરવાની અપીલ પણ કરી હતી.
ભાજપ ભારતીય બંધારણને તોડીને ફેંકી દેવા માંગે છે :- પીએમ મોદીએ ૩ મેના રોજ ઝારખંડમાં રેલી કરી હતી. સભાને સંબોધતા રાહુલ ગાંધીએ ભારતીય બંધારણનું પુસ્તક બતાવ્યું અને કહ્યું કે ભાજપ તેને ફાડીને ફેંકી દેવા માંગે છે, પરંતુ આ પુસ્તકને કારણે જ દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોને આ દેશમાં જે જોઈએ છે તે મળ્યું છે. આપણા ઘણા મોટા નેતાઓએ પણ આ પુસ્તક માટે બલિદાન આપ્યા છે. ભાજપ તેને ખતમ કરવા માંગે છે, પરંતુ અમે તેના માટે અમારો જીવનો બલિદાન આપવા તૈયાર છીએ.
તમને જણાવી દઈએ કે ઝારખંડમાં ૧૩મી મેના રોજ પ્રથમ મતદાન થવાના છે. ઝારખંડમાં લોકસભાની કુલ ૧૪ બેઠકો પર મતદાન યોજવવાનું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts