રાહુલ ગાંધીએ મોદીની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને ‘ફેક ઇન ઇન્ડિયા’ ગણાવી

નવી દિલ્હી, તા. ૫
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી માટે સૌથી મહત્વપૂર્ણ યોજના મેક ઇન્ડિયાની મજાક ઉડાવી તેને ફેક ઇન્ડિયા તરીકે ગણાવી હતી. આંકડાઓનો હવાલો આપતા રાહુલ ગાંધીએ ભારતીય કંપનીઓની નવી યોજનાઓની ડિસેમ્બરમાં ૭૭,૦૦૦ કરોડની જાહેરાતને છેલ્લા ૧૩ વર્ષના નીચલા સ્તરે ગણાવી હતી. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરી કહ્યંુ કે, જનતા, ફેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અંગે નવી જાણકારી, આમ તેમણે પોતાના ફેક ઇન ઇન્ડિયા હેશટેગ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ પોતાના ટિ્‌વટમાં એક અહેવાલને પણ ટાંક્યો છે જેમાં દાવો છે કે, ભારતમાં રોકાણ ૧૩ વર્ષની નીચલા સ્તરે પહોંચી ગયું છે કેમ કે, ડિસેમ્બરમા ંરોકાયેલા પ્રોજેક્ટોની સંખ્યા વધી ગઇ છે.
અહેવાલમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના પ્રોજેક્ટ પર નજર રાખનારા આંકડાઓને ટાંકતા દાવો કરાયો છે કે, ભારતીય કંપનીઓ દ્વારા ૭૭ હજાર કરોડના નવા પ્રોજેક્ટોનો ઘોષણા કરવામાં આવી છે જે છેલ્લા ૧૩ વર્ષના નીચલા સ્તરે છે. મીડિયા એહેવાલ અનુસાર રાહુલ ગાંધી આગામી સપ્તાહે બેહરીન જઇ રહ્યા છે ત્યાં તેઓ એનઆરઆઇ સમુદાયને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ હશે.
કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી પોતાના ટિ્‌વટમાં વડાપ્રધાન મોદી સામે ગુસ્સો ઠાલવવા તત્પરતા દેખાડી છે. ગુજરાતની ચૂંટણી દરમિયાન પ્રચારમાં પણ તેમણે સક્રીય ભૂમિકા ભજવી હતી જેના કારણે રાજ્યમાં કોંગ્રેસની ૬૧ બેઠકોથી વધી ૭૮ બેઠકો થઇ ગઇ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks