(એજન્સી) અમેઠી, તા.૩
કોંગ્રેસ અધ્યક્ષ સાંસદ રાહુલ ગાંધી ચાર જુલાઈના રોજ પોતાના સંસદીય નિર્વાચીન ક્ષેત્ર અમેઠીની બે દિવસની યાત્રાએ જશે. આ દરમિયાન તેઓ કાર્યકર્તાઓમાં નવી ઊર્જા ભરવાના પ્રયાસ સાથે ખેડૂતોની સમસ્યાઓ સાંભળશે. જિલ્લા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, સાંસદ રાહુલ ગાંધી યાત્રાના પ્રથમ દિવસે સવારે લખનૌના અમૌસી એરપોર્ટ પર ઉતરશે જ્યાંથી તેઓ ફુરસતગંજ જશે ત્યાં રાહુલ ૧૨ વાગે નંદિલીલા ઉત્સવ લાનમાં અમેઠી સંસદીય ક્ષેત્રના કોંગ્રેસના બ્લોક તથા ગ્રામસભા અધ્યક્ષો સાથે બેઠક કરશે. ત્યારબાદ રાહુલ ગાંધી એક સરકારી ખરીદ કેન્દ્ર પર પોતાના અનાજ વેચવા વખતે મરેલા ખેડૂત સત્તારના પરિજનથી મળવા ખૈરાના જશે. તેઓ ગૌરીગંજ બજારમાં અમેઠી, ગૌરીગંજ, જાયસ, મુસાફિરખાના તથા જગદીશપુરના ખુદરા અને નાના વેપારીઓ સાથે બેઠક કરશે. રાહુલ ગાંધી ગૌરીગંજ સ્થિત કાર્યાલયમાં તેઓ રાત્રિ વિશ્રામ કરશે આની પહેલાં સાંજે કાર્યાલયમાં જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. મિશ્રાએ આગળ જણાવ્યું કે, પાંચ જુલાઈના રોજ રાહુલ ગાંધી તાલાખજૂરી મુકુટનાથ ઇન્ટર કોલેજ પરિસરમાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ચર્ચા કરશે. ત્યારબાદ રાહુલ નરૈની ગામ જશે અને ત્યાં ગતમહિને આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા જવાન અનિલકુમાર મૌયાના પરિવાર સાથે મુલાકાત કરશે. ત્યારબાદ રાહુલ કેટલાક ગામોની મુલાકાત કરતાં મોડીરાત્રે દિલ્હી જવા રવાના થશે.