રિયાધ એરપોર્ટ હુમલો :ICUમાં અઠવાડિયાઓ સુધી સારવાર લીધા બાદ વધુ એક ભારતીયનું અવસાન

આ તાજેતરનું મૃત્યુ એ ઘટનાના થોડા અઠવાડિયા બાદ થયું છે, જ્યારે હૈદરાબાદના ૪૬ વર્ષીય મોહમ્મદ યુસુફ નામના અન્ય એક ભારતીય નાગરિકનું પણ તે જ હુમલામાં થયેલી ઈજાઓને કારણે અવસાન થયું હતું

 

(એજન્સી) તા.૪
સઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસે બુધવાર, ૪ નવેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે, ૧૦ ઓક્ટોબરે રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વધુ એક ભારતીય નાગરિકનું ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં અવસાન થયું છે. ‘ઠ’ (ટિ્‌વટર) પર એક પોસ્ટમાં, દૂતાવાસે મૃતકના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ સારવાર દરમિયાન સતત તેમની સાથે રહ્યા હતા. દૂતાવાસે પરિવારને ખાતરી આપી છે કે, તેમની ઈચ્છા મુજબ મૃતદેહને ભારત લાવવા અથવા રિયાધમાં જ અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવા માટે તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. આ પહેલા, હૈદરાબાદના મેહદીપટનમના રહેવાસી ૪૬ વર્ષીય મોહમ્મદ યુસુફનું ૧૧ ઓક્ટોબરે ઈજાઓને કારણે અવસાન થયું હતું. આ હુમલામાં મૃત્યુ પામનાર તેઓ પ્રથમ ભારતીય નાગરિક હતા. ૧૦ ઓક્ટોબરની આ ઘટનામાં ૧૪ લોકોના મોત થયા હતા, જેમાં ચાર સઉદી નાગરિકો અને ૧૦ વિદેશી રહેવાસીઓનો સમાવેશ થાય છે. વિદેશીઓમાં બે બાંગ્લાદેશી, બે ભારતીય અને અમેરિકા, ઈજિપ્ત, જોર્ડન, સીરિયા, પેલેસ્ટાઈન તથા સુદાનના એક-એક નાગરિકનો સમાવેશ થતો હતો. ભારતીય દૂતાવાસે અગાઉ પુષ્ટિ કરી હતી કે આ હુમલામાં ૧૧ ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. યમનના હુથી વિદ્રોહીઓએ ૧૦ અને ૧૧ ઓક્ટોબરે એરપોર્ટ પર થયેલા હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી; આ હુમલાઓમાં અનેક લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks