(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીની ઓફરને સ્વીકારતા રાજપૂત સંગઠન કરણી સેનાએ પદ્માવતની ૨૫મી જાન્યુઆરીએ થનારી રિલીઝ પહેલા તેને જોવા માટે ઇચ્છા દર્શાવી છે. કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્રસિંહ દ્વારા પદ્માવતને કોઇપણ કાળે રિલીઝ નહીં થવા દેવાની ધમકી અપાયા બાદ તેણે કહ્યું છે કે, તે સંગઠનના અન્ય સાથીઓ સાથે ફિલ્મ જોવા માટે તૈયાર છે. કલવીએકહ્યું કે, અમને ફિલ્મને જોવા માટેનો પત્ર મળ્યો છે ભણસાલી કદાચ એવું માનતા હોય કે અમે ઇન્કાર કરી રહ્યા છીએ પરંતુ અમે તેમની ઓફર સ્વીકારીએ છીએ. અમે ફિલ્મ જોવા માટે તૈયાર છીએ. કલવીએ કહ્યું કે, આ ફિલ્મ જોવા કોણ જશે તે કરણી સેના નક્કી કરશે. સેન્સર બોર્ડે કહ્યું છે કે, ત્રણ લોકો ફિલ્મ જોશે અને છ લોકો બહાર રહેશે. અમારી એવી ઇચ્છા છે કે, જે છ લોકોને બહાર રખાયા છે તેઓ કેટલાક પત્રકારો સાથે ફિલ્મ જુએ. તેઓએ તેમના તરફ પણ ધ્યાન આપવું જોઇએ અમે એવું જ ઇચ્છીએ છીએ. આ પહેલા લોકેન્દ્રસિંહ કલવીએ કહ્યું હતું કે, ફિલ્મમેકર દ્વારા આ ફક્ત નાટકથી વધુ કાંઇ જ નથી. તેઓએ અમને ફિલ્મ દેખાડવા માટે કોઇ તારીખ આપી નથી અને અમારો વાંદો દેખાડી દીધો છે.