રેપીડ એન્ટીજન ટેસ્ટમાં ૪૭ દર્દીઓ કોરોના પોઝિટિવ કોરોનાનું સંક્રમણ વધતા પ્રાંતિજના બજારો બે દિવસ સ્વયંભૂ બંધ : રાત્રે ૯થી સવારે ૬ જનતા કરફ્યુ

 

(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૨૧
પ્રાંતિજ શહેરમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં નગરજનો ચિંતિત બન્યા હતા. જેના પગલે આજે પાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં વિવિધ વેપારીઓની મિટીંગ મળી હતી. જેમાં વેપારીઓ દ્વારા કોરોનાનુ વધતુ જતું સંક્રમણ રોકવા માટે બે દિવસ સ્વયંભૂ વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.જ્યારે આગામી તા. ૩૦મી નવેમ્બર સુધી રાત્રીના ૯થી સવારના ૬ વાગ્યા સુધી જનતા કરફ્યુ પાળવાનો નિર્ણય લેવાયો હતો . પ્રાંતિજ શહેરમાં છેલ્લાદસ દિવસથી કોરોનાના કેસો અંગે તંત્ર દ્વારા રેપીડ એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા.જેમા ૪૭ જેટલા વેપારીઓ સંક્રમિત હોવાનું જણાયું હતું. દરમ્યાન દિવાળીની ઘરાકી તથા દિવાળીની ઉજવણીમાં કેસોનો વિસ્ફોટ થયેલો જણાય છે. મોટીસંખ્યામાં સંક્રમણ જોતા પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ તેમજ પાલિકાના કોર્પોરેટરોએ વેપારીઓની એક અગત્યની મીટીંગ આજે પ્રાંતિજ નગરપાલિકાના સભાખંડમાં બોલાવી હતી. જેમાં પ્રાંતિજના તમામ વેપારી એસોસિયેશનના આગેવાનો ઉપસ્થિત હતા.તેમા તા.૨૨ તથા તા.૨૩઼૧૧઼૨૦ રવિવાર અને સોમવારના દિવસે પ્રાંતિજ બજારો સંપૂર્ણ પણે બંધ રાખવાનો સ્વયંભૂ નિર્ણય લીધો હતો. જો કે મેડીકલ તથા દૂધની દુકાનો ખુલ્લી રહશે. દૂધની દુકાનો સવારે ૬ થી ૯ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. તો તા.૨૧ મી થી ૩૦ નવેમ્બર સુધી રાત્રે ૯ થી સવારના ૬ વાગ્યા સુધી જનતા કરફ્યુની અમલવારી કરવાનો નિર્ણય પણ સર્વાનુમતે લેવામાં આવ્યો છે. તો નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયાએ પણ સકારાત્મક કાર્યવાહી કરવાની નગરના વેપારીઓને ખાતરી આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks