રેપ સિંગર બાદશાહ પર ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ બટાલામાં ગુનો દાખલ

ફરિયાદી પાસેથી કોઈ બોધપાઠ મેળવતો હોય તો આજે ભડકાઉ ભાષણો બંધ થઈ ગયા હોત પરંતુ કેટલીક સંસ્થાઓના આકાઓ દિલ્હીમાં છે અને તેઓના સંબંધ સત્તાધારી પક્ષ સાથે મીઠા હોય છે. દુન્યવી આનંદ માટે આખા સમાજને નષ્ટ કરે એમને શું કહીશું !

ઇમાનુએલ મસીહ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ બાદ બટાલામાં કેસ દાખલ

(એજન્સી)                    ચંદીગઢ, તા.૧
પંજાબ પોલીસે રેપર બાદશાહ સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેના નવા ગીતથી ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાવાઈ છે.પોલીસે જણાવ્યું હતું કે ગ્લોબલ ક્રિશ્ચિયન એક્શન કમિટીનું પ્રતિનિધિત્વ કરતા ઇમાનુએલ મસીહ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ બાદ બટાલામાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે બાદશાહે તેના નવા ગીત ‘વેલ્વેટ ફ્લો’માં ‘ચર્ચ’ અને ‘બાઇબલ’ શબ્દોનો ઉપયોગ વાંધાજનક રીતે કર્યો હતો.સ્ટેશન હાઉસ ઓફિસર ગુરવિંદર સિંહે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાના સંબંધિત વિભાગો હેઠળ કિલા લાલ સિંહ પોલીસ સ્ટેશનમાં બાદશાહ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.બટાલામાં બાદશાહ સામે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts