‘રોકડની પથારી,’ કાનપુરમાં બિલ્ડરના ઘેરથી ૧૦૦ કરોડની જૂની નોટો મળી આવી,૧૬ની ધરપકડ

(એજન્સી) કાનપુર, તા. ૧૭
કાનપુર પોલીસે શહેરના એક બિલ્ડિરના ઘેરથી ૧૦૦ કરોડની જુની નોટો જપ્ત કરીને ૧૬ લોકોની ધરપકડ કરી છે. આ તમામ નોટો બંધ થયેલી ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો હતો જેનું બિસ્તર બનાવવામાં આવ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે કેટલાકા લોકો શહેરના મોટા વેપારીઓ પાસે છુપાવી રાખવામાં આવેલી જુની નોટો લેવા આવ્યાં છે તથા તેઓ એક હોટલમાં રોકાયા હતા. બાતમીને આધારે પોલીસ રેડ પાડીને તેમની ધરપકડ કરી હતી. નોટબંધીના ૧૪ મહિના પૂર્ણ થયા બાદ હજુ પણ જુની ૫૦૦ અને ૧૦૦૦ની નોટ મળી રહી છે. જુની નોટ જપ્ત કરવાના મામલે હવે સજાની જોગવાઇ કરવામાં આવી છે. જો કે હજુ પણ જુની નોટ માર્કેટમાંથી મળી રહી છે. ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં કરોડો રૂપિયાની જુની નોટ જપ્ત કરવામાં આવી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ગણતરી કરવામાં આવ્યા બાદ હજુ સુધી ૨૦ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં નોટની ગણતરી કરવામાં આવી રહી છે. એસએસપી કાનપુરે માહિતી આપતા કહ્યુ છે કે તેમને બાતમી મળ્યા બાદ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સુચના મળ્યા બાદ એસપી પશ્ચિમ ગૌરવ ગ્રોવરના નેતૃત્વમાં તપાસ ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. વેપારીઓના સ્વરૂપનગર, ગુમટી, જનરલગંજ અને અસ્સી ફિટ રોડ સ્થિત વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓટલી મોટી માત્રામાં જુની નોટ મળી આવ્યા પછી સમગ્ર મામલામાં તપાસ ચાલી રહી છે. નોટબંધી બાદ દેશના તમામ લોકોને જુની નોટ બેંકમાં જમા કરવા માટે પુરતો સમય આપવામાં આવ્યો હતો. હોટલમાં પૂછપરછ દરમિયાન પોલીસે બિઝનેશમેન અને બિલ્ડર અશોક ખત્રીના ઘેર રેડ પાડી. પોલીસ સૂત્રોએ કહ્યું કે ખત્રીના ઘેરથી ૯૭ કરોડ મળ્યાં. યુપી પોલીસ વડા આનંદ કુમારે કહ્યું કે આ શખ્સ નામનો બિઝનેશમેન છે પરંતુ અસલમાં તે ગેરકાનૂની કામો કરી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks